વ્યારાના સયાજી સર્કલ પાસે સરકારી એસટી બસ અડફેટે પોલીસ કોન્સ્ટેબલને શરીરે ગંભીર ઈજા પહોચતા પ્રાથમિક સારવાર વ્યારા આપ્યા બાદ વધુ સારવાર માટે સુરત મહાવીર હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હોવાનો બનાવ વ્યારા પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી અનુસાર સોનગઢ ખાતે છેલ્લા ત્રણ વર્ષથી પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 42 વર્ષીય દિનેશભાઈ તળજાભાઈ દેસાલઉ, નાઓ રવિવાર નારોજ પોતાની મોટર સાયકલ નંબર જીજે/05/કેઆર/2813 લઈને વ્યારા ખાતે કામઅર્થે આવ્યા હતા. દરમિયાન સાંજના આશરે સાડા પાંચેક વાગે વ્યારાના સયાજી સર્કલ પાસે એક સરકારી એસટી બસ નંબર જીજે/18/ઝેડ/5341 ના ચાલકે પોલીસ કોન્સ્ટેબલને અડફેટમાં લેતા દિનેશભાઈ ને શરીરે ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે 108ની મદદથી વ્યારાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જોકે ત્યાંથી વધુ સારવાર માટે સુરતની મહાવીર હોસ્પિટલમાં ફરીફ કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ દિનેશભાઈ દેસાલઉએ એસટી બસ ચાલક વિરુદ્ધ વ્યારા પોલીસ મથકે ફરિયાદ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application