Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગંભીર અકસ્માત : રિક્ષા અને ટ્રક વચ્ચેનાં અકસ્માતમાં એક જ પરિવારનાં ચાર જણા સહીત પાંચનાં મોત, બે ઈજાગ્રસ્ત

  • October 18, 2022 

મહારાષ્ટ્રનાં જાલનામાં સાંજે રિક્ષા અને ટ્રક ટકરાતા થયેલ ગંભીર અકસ્માતમાં 5 જણાનાં મોત થયા હતા. જયારે આ દુર્ઘટનામાં બે જણાને ઇજા થઇ હતી. જોકે આ અકસ્માત બાદ ઇજાગ્રસ્ત અને મૃતદેહો રિક્ષામાં દબાઇ ગયા હતા. જયારે સ્થાનિક લોકોની મદદથી તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, બુલઢાણામાં ત્ર્યંબકનગરમાં રહેતો કૈફ શહા (ઉ.વ.19) તેના મિત્ર બબન તિરુખે (ઉ.વ.26) સાથે રિક્ષામાં માળંવજી ખાતે બહેનને લાવવા ગયો હતો. જોકે બપોરે બહેન પરવીન બી રાજુ શહા (ઉ.વ.25) તથા 7 વર્ષીય આલિયા રાજુ શહા, 3 વર્ષીય મુસ્કાન સાથે દેઉળગામ રાજા તરફ જઇ રહ્યા હતા.




તે દરમિયાન જાલનામાં જાફરાબાદ તરફથી આવતા ટ્રક ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવીને રિક્ષાને અડફેટમાં લીધી હતી અને રિક્ષા પલટી ખાઇ ગઇ હતી જેથી રિક્ષાનાં કચ્ચરઘાણ નીકળી ગયો હતો. તેમજ રિક્ષામાં પ્રવાસ કરતા એક જ પરિવારનાં ચાર જણા કૈફ શહા, પરવીન, આલિયા, મુસ્કાન તથા તિરુખેનું જગ્યા પર મોત થયું હતું. આ ઉપરાંત બાળુ ખરાત (ઉ.વ.23) અને 9 વર્ષીય સાનિયા ગંભીરપણે જખમી થયા હતા. અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application