વલસાડ જિલ્લાના વાપી તાલુકા પંચાયત કચેરી ખાતે મહિલાલક્ષી યોજનાનો સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં "DHEW'ના જિલ્લા મિશન કો-ઓર્ડીનેટર જિજ્ઞેશ પટેલ દ્વારા મહિલા સ્વાવલંબન યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના, “બેટી બચાવો, બેટી પઢાઓ યોજના”, વ્હાલી દિકરી યોજના અને સખી વન સ્ટોપ સેન્ટર વગેરે વિવિધ મહિલાલક્ષી યોજનાઓની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
વાપીના PBSCના કાઉન્સિલર દ્વારા PBSC સેન્ટરની કામગીરી વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. વુમન હેડ કોન્સ્ટેબલ દ્વારા SHE Teamની કામગીરીની માહિતી આપવામાં આવી હતી. ૧૮૧ અભયમની ટીમના પ્રિયંકાબેન દ્વારા ૧૮૧ અભયમની માહિતી આપવામાં આવી હતી. કાર્યક્ર્મમાં વાપીના તાલુકા વિકાસ અધિકારી, વાપી તાલુકાના સરપંચો, જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી કાર્યરત ડિસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન (DHEW)ના જિલ્લા મિશન કો-ઓર્ડિનેટર, SHE Team વાપી સ્ટાફ, PBSC વાપીના કાઉન્સિલર અને ૧૮૧ અભયમની ટીમ હાજર રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500