Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચની માઉન્ટન ગર્લ તરીકે ઓળખાતી સિમા ભગતે વિશ્વનાં સૌથી ઉંચા પર્વત ‘માઉન્ટ એવરેસ્ટની’ની ચઢાઈ કરવાનું બિડું ઝડપ્યું

  • April 10, 2023 

ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકાના મૌઝા ગામની આદિવાસી દીકરીએ માર્ચ-૨૦૨૨માં આફ્રિકાના સૌથી ઊંચા માઉન્ટનું પર્વતારોહણ કરી દેશ અને દુનિયામાં ભારતનું નામ રોશન કર્યુ હતું. તાંઝાનિયા દેશમાં, માઉન્ટ કિલીમંજારોએ આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત છે. ઊંચાઈની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં ચોથા નંબરનું સ્થાન ધરાવતો ફ્રી-સ્ટેન્ડિંગ પર્વતમાળા છે. હીમઆચ્છાદીત અને વિષમ પરિસ્થિત સાથે પર્વતારોહણનો અનુભવ ન હોવા છતાં પ્રથમ પ્રયાસે લગભગ ૫,૮૯૫ મીટર (૧૯,૩૪૦ ફૂટ) ઉંચાઈ ધરાવતા કિલીમંજારો પર્વતારોહણ કરી બધાને અચંબિત કરી દીધા હતા. ખરેખર, અડગ મનના મુસાફરને હીમાલય પણ નથી નડતો એ ઉક્તિને સાચી ઠેરવીને ૨૯ માર્ચ ૨૦૨૨ના રોજ કિલીમંજારોએ માઉન્ટ પર્વતારોહણ સર કરનાર પ્રથમ ભારતીય યુવતી તરીકે અનોખી સિધ્ધિ હાંસલ કરી હતી.






પર્વતની ટોચ પર સુ.શ્રી.સીમા ભગતે ભારત દેશના પરંપરાગત પોશાકની ઓળખ સમાન સાડી અને આદિવાસી પરંપરાગત ઘરેણાંથી સુસજ્જ થઈ તિરંગો લેહરાવ્યો હતો. હવે, માઉન્ટન ગર્લ તરીકે ઓળખાતી સિમા ભગતે વિશ્વના સૌથી ઉંચા પર્વત “માઉન્ટ એવરેસ્ટની”ની ચઢાઈ કરવાનું બિડું ઝડપ્યું છે. આજથી તેઓ નેપાળમાં એવરેસ્ટ એક્સપિડિશન ચઢાઈ કરવાના પ્રથમ ચરણમાં છે. હિમાલય પર્વતની વિશ્વની સૌથી વધુ ૮૮૪૮.૮૬ મિટર ઉંચાઈ ધરાવતો એવરેસ્ટ છે. ત્યારે આ એવરેસ્ટનું પર્વતારોહણ એક સાહસ છે જે દર વર્ષે હજારો આરોહકોની લાગણી, જુસ્સો અને સતત પ્રયત્નોને સમાવિષ્ટ કરે છે.






ત્યારે ગુજરાતની દીકરનો શિખરની ટોચ પર ઊભા રહેવાનો સરાહનિય પ્રયાસ છે. હિમાલયની ભૂમિની જબરજસ્ત યાત્રા પડકારજનક અને રોમાંચક રહેશે. ત્યારે હવે માઉન્ટન ગર્લ તરીકે ઓળખાતી સુ.શ્રી.સિમા ભગતની ૬૦ દીવસ સુધીની યાત્રા સુખેથી પસાર થાય અને ગુજરાત અને દેશ માટે પ્રેરણા અને ગર્વ માટે કીર્તિમાન સ્થાપિત કરે તેવી શુભેચ્છાઓ. જયારે વધુમાં સીમાબહેન દિલીપભાઈ મૂળ નેત્રંગ તાલુકાના મૌઝા ગામના વતની છે. જેઓ સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં પ્રવાસી શિક્ષકા તરીકે ફરજ બજાવે છે. પૂર્વપટ્ટી વિસ્તારમાંથી આવતી યુવતીને બાળપણથી ડુંગરો ચઢવાનો શોખ હતો. જે દીવાસ્વપ્નને આગળ ધપાવવા માતા રમીલાબેન ભગતે હિંમત આપી જુસ્સો વધાર્યો હતો.






જ્યાં પિતાની લાડકી દીકરીએ બીજા કરતા કંઈક અલગ કાર્ય કરી નવા રસ્તાનું નિર્માણ કરવું એને જીવનનો મંત્ર બનાવી વિઝન બનાવી દીધું હતું. હીમાલય... વિશ્વના નકશામાં નેપાળ દેશમાં સ્થિત હીમાલય વિશ્વનો સૌથી ઊંચો પર્વત છે જે લગભગ ૮૮૪૮.૮૬ મિટર ઉંચાઈ ધરાવતો એવરેસ્ટ છે. માઉન્ટ એવરેસ્ટ ઘણા ક્લાઇમ્બર્સને આકર્ષે છે. ત્યાં બે મુખ્ય ચડતા માર્ગો છે, એક નેપાળમાં દક્ષિણપૂર્વથી શિખર સુધી પહોંચે છે (જેને "પ્રમાણભૂત માર્ગ" તરીકે ઓળખવામાં આવે છે) અને બીજો તિબેટમાં ઉત્તરથી. પ્રમાણભૂત માર્ગ પર નોંધપાત્ર તકનીકી ચડતા પડકારો ન હોવા છતાં, એવરેસ્ટ ઊંચાઈના કારણે બીમારી, હવામાન અને પવન જેવા જોખમો સાથે હિમપ્રપાત અને આઇસ ફોલના જોખમો રહેલા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News