મહારાષ્ટ્રનાં જલગાંવ જિલ્લાનાં અમલનેર ખાતે આવેલ શાળાનાં વિદ્યાર્થીઓને ગુજરાતનાં પાવાગઢ પ્રવાસે લઇ જતા હોય. જે બસને કુકરમુંડાના મોદલા ખાતે અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં કોઇ વિદ્યાર્થીને ઇજા થઇ ન હતી. જોકે અકસ્માત કરી બસ ચાલક ફરાર થઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર, તાપી જિલ્લાનાં કુકરમુંડા તાલુકાનાં મોદલા ગામની સીમમા ભામસીંગભાઈ ઉત્તમભાઈનાં ખેતર પાસે ફૂલવાડીથી ઈટવાઈ તરફ જતા રસ્તા ઉપરથી વહેલી સવારે આશરે 3:45ના સમયે વિદ્યાર્થીઓ ભરેલી બસને અકસ્માત નડ્યો હતો.
જોકે આ અકસ્માતમાં મહારાષ્ટ્ર રાજયના જલગાવ જિલ્લાના અમલનેર ખાતે આવેલ લોકમાન્ય વિદ્યાલયના ધોરણ-10માં અભ્યાસ કરતા 51 જેટલા વિદ્યાર્થીઓ સહીત શિક્ષક સ્ટાફ સાથે આશરે 60થી વધુ મુસાફર ભરેલી બસ પાવાગઢ પ્રવાસે જઈ રહ્યા હતા. જયારે વિશ્વકર્મા ટુરિસ્ટ ટ્રાવેલ્સ નંબર RJ/09/PA/3075નાં ચાલકે પોતાના કબ્જાની બસને પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દઈ રસ્તાની જમણી બાજુમાં આવેલ ઇલેક્ટ્રિક થાંભલા સાથે અથડાવી દઈ થાંભલાને ભાંગી નાખી ટ્રાવેલ્સને પલટી ખવડાવી દેતા ફરિયાદી સંજયભાઈ વિષ્ણુભાઈ શર્મા (રહે.શાહદા બસ સ્ટેશન સામે, તા.શાહદા, જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર) નાઓન કમરના ભાગે અને ડાબા ખંભા ઉપર ઇજા પોહચાડી હતી.
તેમજ બસમા સવાર મનીષાબેનને માથાના ડાબા ભાગે ઇજા પહોંચાડી હતી અને અનસૂયાબેનનાં માથાના ભાગે તેમજ સરસ્વતીબેનને શરીરના ભાગે ઇજા પહોંચી હતી. ઘટનામા ઇજા ગ્રસ્ત મુસાફરોઓને 108 મારફ્તે કુકરમુંડા ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમા સરવાર અર્થે ખાસેડવામાં આવ્યા હતા. આ ઘટનામા સદનસીબે વિધાર્થીઓ કે શિક્ષક સ્ટાફ કે અન્ય મુસાફરો સાથે કોઈ મોટી જાનહાની થઇ નથી. ટ્રાવેલ્સનાં ચાલાક પોતાની કબ્જાની ટ્રાવેલ્સને ઘટના સ્થળે મૂકી ફરાર થઇ ગયો હોવા અંગે નિઝર પોલીસ સ્ટેશનમા સંજયભાઈ વિષ્ણુભાઈ શર્મા દ્વારા ફરિયાદ નોંધાવતા નિઝર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500