સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો અને પોલીસ વચ્ચે ઝપાઝપી તેમજ ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. પાક વિમો, સબસિડી સહિતના મુદ્દે જીલ્લા ક્લેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા આવેલ આમ આદમી પાર્ટીના આગેવાનો અને ખેડૂતો સાથે ઘર્ષણ થયું હતું. સુરેન્દ્રનગર જિલ્લા આમ આદમી પાર્ટી અને ખેડૂતો દ્વારા પાક ધિરાણ મામલે કલેકટર કચેરીમાં રજૂઆત કરવા આવ્યા હતા.
આમ આદમી પાર્ટી દ્વારા મંગલ ભવન કાર્યક્રમ સ્થળે કલેકટરને રજૂઆત કરવા જતા પોલીસ દ્વારા બળ પ્રયોગ કરતા આમ આદમી પાર્ટી અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. મહિલા પી.આઈ. એમ.ડી.ચૌધરી સહિતના સ્ટાફે ઝપાઝપી તેમજ ઘર્ષણ કરતા રોષ જોવા મળ્યો હતો. અવાર નવાર મહિલા પી.આઈ.ની દાદાગીરી અને ગેરવર્તન સામે આવતા શહેરીજનોમાં પણ નારાજગી જોવા મળી હતી. જીલ્લા કલેકટરને રજૂઆત ન કરવા દેવાના મુદ્દે ઝપાઝપી થઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application