Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત એસટી ડેપોમાં કૌભાંડ, ડેપો મેનેજરના યુઝરનેમ તથા પાસવર્ડની ચોરી કરી સરકારને લાખો રૂપિયાનો ચૂનો ચોપડ્યો

  • June 05, 2022 

GSRTC ના સુરત સીટી ડેપો મેનેજરના યુઝરનેમ તથા પાસવર્ડની ચોરી કરી તેની જાણ બહાર અન્ય વિભાગીય કચેરીની બસની ટ્રીપો ઓનલાઇન કેન્સલ એડહોક કરી GSRTC પાસેથી રીફંડ મેળવી ગુન્હો આચરનાર આરોપીઓને સાયબર ક્રાઈમ બ્રાંચ દ્વારા ઝડપી લેવાયા છે. પાંચ આરોપીઓ પાસેથી 5 મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે.


એસટીના વિભાગીય કચેરી દ્વારા આપવામાં આવેલ GSRTC ના યુઝરનેમ તથા પાસવર્ડની એજન્ટો દ્વારા ગમે તે રીતે ચોરી મેનેજરની પરવાનગી વગર તેઓના યુઝરનેમ તથા પાસવર્ડનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કર્યો હતો. આરોપી એજન્ટોએ યુઝરનેમમાંથી 2 ટ્રીપ કેન્સલ કરી GSRTC દ્વારા માન્યતા આપી હતી. અલગ અલગ કુલ-૧૧ એજન્ટોએ રૂ.1.57 લાખ રીફંડ મેળવી લઇ GSRTC સાથે છેતરપીંડી કરી કુલ 6 લાખનું GSRTC ને નુકસાન કરાવ્યું હતું.


છેતરપીંડી અંગેની માહિતી થતા જ એસટીના મેનજર દ્વારા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ દ્વારા વિપુલભાઇ મોહનીયા, ચીંતનકુમાર પંચાલ, કુલદીપસિંહ જાડેજા, સુરેશભાઇ નલવાયા, અનવર આકબાણીની ધરપકડ કરવામાં આવી છે. જેની પાસેથી 5 મોબાઈલ કબજે લેવાયા છે. સુરત એસટી ડેપોમાં જે રીતે કૌભાંડ આચરવામાં આવ્યું હતું તેને લઈને સુરત પોલીસ દ્વારા રાજ્યના અન્ય એસટી ડેપોમાં પણ આ રીતે કૌભાંડ આચરવામાં આવ્યું છે કે કેમ તે અંગે તપાસ આદરી છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application