Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં સરકારી જમીન નોટોરાઈઝ્ડ કરી વેચી મારવાનું કૌભાંડ, સોનગઢ પોલીસ મથકે ચાર ભેજાબાજો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો

  • July 21, 2022 

સોનગઢના જુના આરટીઓ ચેકપોસ્ટ પાસે ભાસ્કર ભવનની સામે આવેલ ગામતળની સરકારી જમીન ચાર જેટલા વ્યક્તિઓએ ઉત્તરોઉતર નોટોરાઈઝ્ડ લેખથી અવેજની લેવડ દેવડ કરી છુપા વેચાણ કરી હોય સુરતના ઓલપાડ તાલુકાના કીમમાં રહેતા અરજદાર કમલેશભાઈ નટવરભાઈ દેવડાએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ અરજી કરેલી તે અરજીના અનુસંધાનમાં જિલ્લા કલેક્ટરના રિપોર્ટના આધારે આજરોજ સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટએ ચાર વ્યક્તિ વિરુદ્ધ લેન્ડગ્રેબિંગનો ગુનો નોંધાવતા ફફડાટ ફેલાય ગયો છે.

જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ લેન્ડ ગ્રેબિંગ સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો


​આ અંગે મળતી માહિતી મુજબ અરજદાર કમલેશભાઈ નટવરભાઈ દેવડાએ ગત તા.૦૪/૦૯/૨૦૨૧ નારોજ ફરિયાદ કરી હતી કે, સોનગઢના જુના આરટીઓ ચેકપોસ્ટ પાસે ભાસ્કર ભવનની સામે પ્લોટ નંબર ૯૯૬ વાળી સરકારી જમીન સોનગઢના બ્ર્હામણ ફળીયામાં રહેતા ચાર જેટલા વ્યક્તિઓએ ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડી હોવાની અરજી કરી હતી,અરજીના આધારે તપાસ અંતે તા.૧૩/૦૬/૨૦૨૨ નારોજ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ લેન્ડ ગ્રેબિંગ સમિતિની બેઠકમાં પ્લોટ નંબર-૯૯૬ જેનો અગાઉનો વોર્ડ નંબર-૬ તથા હાલમાં નવો વોર્ડ નંબર-૨ પ્લોટ નંબર ૧૧૭૭,૬૫.૦૦ ચો.મીટર વાળી મિલ્કત બિન નંબરી ગામતળ પૈકીની સરકારી જમીન સોનગઢ નગર પાલિકાની સીટી સર્વે વિસ્તારમાં આવેલ હોવા છતાં ચાર વ્યક્તિઓએ ઉત્તરોઉતર નોટોરાઈઝ્ડ લેખથી અવેજની લેવડ દેવડ કરી વેચાણ કરી હતી.સરકારી જમીન ઉપર ભોગવટા માટે અનઅધિકૃત માળખા ઉભા કરી જમીનમાં ભોગવટો કરેલ હોય તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા સીટી સર્વે કચેરીને હુકમ કર્યો હતો.

કમળાબેન લોહાર પાકું/કાચું પતરાવાળું ઘર બનાવ્યું હતું ત્યારબાદ નીતાબેન મહેતાને વેચાણ કર્યું હતું.

જોકે હાલમાં સોનગઢના જુના આરટીઓ ચેકપોસ્ટ પાસે ભાસ્કર ભવનની સામે હાલ સ્થળે જમીન ઉપર G+2 નું પાકું બાંધકામ કરવામાં આવ્યું છે,આ સરકારી જમીન ઉપર કમળાબેન નિમ્બાભાઈ લોહાર રહે,ઉધના-સુરતના કબ્જા ભોગવટાઅ ચાલતી હતી.જે જમીન ઉપર તેમણે પાકું/કાચું પતરાવાળું ઘર બનાવ્યું હતું,ત્યારબાદ તેમણે નીતાબેન બકુલભાઈ મહેતા રહે,પારેખ ફળિયું,જુનાગામ-સોનગઢ નાઓને તા.૨૨/૧૨/૨૦૧૪ નારોજ રૂપિયા ૧,૫૦,૦૦૦/- માં વેચાણ કરાર નંબર-૮૩૯૮ તા.૦૪/૧૧/૨૦૧૪ થી નોંધ કરી હતી.

સાક્ષી તરીકે ભીખુભાઈ મહેતા અને સોપાનભાઈ ગાયકવાડએ સહી કરી હતી

જેમાં સાક્ષી તરીકે (૧) સોપાનભાઈ એમ.ગાયકવાડ રહે,પારેખ ફળિયું-સોનગઢ નાઓએ સહી કરી હતી. ત્યારબાદ સરકારી જમીન નીતાબેન બકુલભાઈ મહેતાએ વિજયકુમાર ચંદુલાલ દેવડા નાઓએ બ્રીજેસભાઈ કિરીટભાઈ મહેતા રહે,જુનાગામ-સોનગઢ નાઓને તા.૧૪/૦૮/૨૦૧૭ નારોજ રૂપિયા ૧,૮૦,૦૦૦/- માં વેચી હતી ને સોનગઢના વકીલ પાસે નોટરી પણ કરાવી હતી. જેમાં સાક્ષી તરીકે ભીખુભાઈ ઠાકોરભાઈ મહેતા રહે,સોનગઢ નાઓએ સહી કરી હતી.

સરકારી જમીન ઉપર ઉત્તરોઉતર નોટોરાઈઝ્ડ લેખથી અવેજની લેવડ દેવડ કરી જમીન વેચી નાંખી

આમ સરકારી જમીન હોવાનું જાણતા હોવા છતાં ચારેય વ્યક્તિઓ ગામતળની સરકારી જમીન ઉપર ઉત્તરોઉતર નોટોરાઈઝ્ડ લેખથી અવેજની લેવડ દેવડ કરી જમીન વેચી નાંખી હોવાનું તંત્રની તપાસમાં બહાર આવ્યું છે. સમગ્ર મામલે અરજદાર કમલેશભાઈ નટવરભાઈ દેવડાએ રજુ કરેલ તમામ પુરાવાઓને ધ્યાન લઇ તપાસ અંતે આજરોજ સોનગઢ પોલીસ મથકે ચારેય વ્યક્તિઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ ચારેય ભેજાબાજો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો
  1. વિજયકુમાર ચંદુલાલ દેવડા રહે, નવાગામ બ્રહ્મણ ફળિયું-સોનગઢ
  2. બ્રીજેસભાઈ કિરીટભાઈ મહેતા રહે, મેઈન રોડ જુનાગામ-સોનગઢ
  3. નીતાબેન બકુલભાઈ મહેતા રહે,જુનાગામ પારેખ ફળિયું-સોનગઢ
  4. કમળાબેન નિમ્બાભાઈ લોહાર રહે, સોલારપુર વાળા કમ્પાઉન્ડ,ઉધના-સુરત  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application