મહાદેવ ઓનલાઈન ગેમિંગ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરને દુબઈમાં નજરકેદમાં રાખવામાં આવ્યો છે અને તેને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. યુએઈ સરકારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની વિનંતી પર તેના વિરુદ્ધ જારી કરાયેલી રેડ કોર્નર નોટિસને ધ્યાનમાં લઈને આ પગલું ભર્યું છે. આ અંગે કેટલાક મળતી માહિતી મુજબ, દુબઈમાં સૌરભ ચંદ્રાકરને તેમના જ ઠેકાણા પર નજરકેદમાં રાખવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં ભારત લાવવામાં આવી શકે છે. દુબઈથી મળેલા અહેવાલો અનુસાર સૌરભ ચંદ્રાકરને પોતાના ઘરની બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે જો તેને છોડવામાં આવશે તો તે ભાગી શકે છે. UAEનાં અધિકારીઓ તેના પર નજર રાખી રહ્યા છે. દુબઈના સત્તાવાળાઓ ભારતીય અધિકારીઓ દ્વારા તેના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરે તેની રાહ જોઈ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application