Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડેડીયાપાડાનાં મંડાળા ગ્રામ પંચાયતનાં તલાટી ગામનાં સરપંચ પાસે લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

  • March 13, 2023 

નર્મદાનાં ડેડીયાપાડા તાલુકાનાં મંડાળા ગ્રામ પંચાયતનાં તલાટી ગામના જ સરપંચ પાસે લાંચ માંગતા એ.સી.બી. ટીમે રંગે હાથ ઝડપી ગુનો દાખલ કર્યો હતો. જોકે તલાટી એ રાજપીપળાની એડિશનલ સેસન્સ કોર્ટમાં જમીન માટે અરજી દાખલ કરતા નામદાર કોર્ટે લાંચિયા તલાટીની જમીન ના મંજૂર કરી દીધી હતી. મળતી માહિતી મુજબ, ડેડીયાપાડા બસ ડેપો સામે આવેલા એક મકાનમાં એ.સી.બી.એ ટ્રેપ ગોઠવી હતી. જેમાં ટ્રેપિંગ અધિકારીમાં, પો.ઇન્સ. નર્મદા એ.સી.બી. પો.સ્ટે. રાજપીપળાએ તેમની ટીમ સાથે ઝાંક ગામમાં સરપંચની ફરિયાદનાં મુજબ RCC રસ્તાના કામમાં 15માં નાણાંપંચ માંથી કુલ રૂપિયા 3,62,000/- જેટલી રકમ મંજુર કરવામાં આવી હતી. જે રસ્તાના કામો સરપંચે જાતે કરેલા હોય તેમના ગૃપ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી રીતેષ ગેમર દેસાઈ નાઓએ આ કામોની ટકાવારી ફરિયાદી પાસે માંગી હતી.










જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય માટે એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ કરતાં આ ફરિયાદ આધારે રાજપીપળા એ.સી.બી. ટીમે લાંચનાં છટકાનું આયોજન કર્યું હતું. જોકે તલાટી રીતેષ ગેમર દેસાઈ 15,000/-ની લાંચની માંગણી કરી હોય એ રકમ સ્વીકારી સ્થળ ઉપરથી પકડાઇ જતાં એ.સી.બી.એ તેની સામે ગુનો દાખલ કર્યો છે. જે બાબતે ધરપકડ બાદ જામીન પર છૂટવા માટે તલાટી રિતેશ દેસાઈએ રાજપીપળાની નામદાર એડિશનલ સેશન્સ કોર્ટજામીન અરજી કરતા સરકારી વકીલ જામીન મળે તો જરૂરી પુરાવાનો નાસ કરી શકે છે. જેવી બાબતો ટાંકી ધારદાર દલીલો કરી જેથી નામદાર જજએ તલાટીનાં જામીન ના મંજુર કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application