Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વેલ્દા ગ્રામ પંચાયતના સરપંચ માત્ર નામ પૂરતા જ છે. કોઈ પ્રશ્નને લઈને નિર્ણય નહી લઈ શકતા હોય સરપંચ પદ પરથી દૂર કરી ફરી ચૂંટણી કરો

  • March 05, 2023 

નિઝરના વેલ્દા ગ્રામ પંચાયતના સરપંચ યોગિતાબેન કિશોરભાઈ પાડવી ગ્રામ પંચાયતમાં તો બેસતા હોય છે. પરંતુ કોઈ પણ પ્રકારનો નિર્ણય લઈ શકતા નથી. ગ્રામ પંચાયતનો જે પણ નિર્ણય લેવાનું હોય તો સરપંચના પતિ કિશોરભાઈ રાજુભાઈ પાડવી તેમના ડેપ્યુટી સરપંચ સચીનભાઈ વસંતભાઈ પટેલ જ લેતા હોવાના ગંભીર આક્ષેપો સરપંચને સરપંચ પદ પરથી દૂર કરી ફરી ચૂંટણી કરાવવા સહીત અનેક પ્રશ્નોને લઈ વેલ્દા ગામજનો દ્વારા નિઝર તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે.


વેલ્દા ગામના ગામજનો દ્વારા નિઝર તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં કરવામાં આવેલ રજુઆતમાં જણાવ્યા મુજબ વેલ્દા ગ્રામ પંચાયતના સરપંચ યોગિતાબેન ગ્રામ પંચાયત બાબતે કોઈ પણ પ્રકારનો નિર્ણય લઈ શકતા નથી અને સરપંચના પતિ અને સરપંચના સસરા,વિકાસ કામો કરવા અંગે કોન્ટ્રાકટર લેતા હોય. જેથી ડેપ્યુટી સરપંચ અને સરપંચના પતિ જ ગ્રામ પંચાયતમાં કોઈ પણ નિર્ણય લેતા હોય છે. સરપંચના પતિ ગામના લોકોઓ સાથે અભદ્ર વ્યવહાર કરી અપશબ્દ પણ બોલતા હોય છે.


ગામજનો દ્વારા વધુમાં જણાવ્યું હતું,કે સરપંચના પતિ, તેમના સસરા તેમજ ડેપ્યુટી સરપંચ દ્વારા વિકાસ કામોમાં મોટાપાયે ગેરરીતિ કરેલ છે. જેથી વેલ્દા ગ્રામ પંચાયતમાં 2021 થી અત્યારે સુધી થયેલ તમામ કામોની તપાસ માટે વિજિલન્સ કમેટીની બોલાવવામાં આવે જેઓ સાથે ગામજનોને સાથે રાખવામાં આવે તેવી માંગ કરી છે. સરપંચ માત્ર નામ પૂરતા જ છે. કોઈ પ્રશ્નને લઈને નિર્ણય નહી લઈ શકતા હોય સરપંચ યોગિતાબેન પાડવીને તેમના સરપંચ પદની બરખાસ્ત કરી નવેસરથી ચૂંટણી કરવામાં આવે તેવી માંગ સાથે નિઝર તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News