રાજ્યમા ચાલી રહેલા વિવિધ સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમોને આગામી વધુ બે મહિના સુધી એટલે કે તા.૧૫ ઓક્ટોબર થી તા.૧૬મી ડિસેમ્બર-૨૦૨૩ સુધી લંબાવવામાં આવ્યુ છે. ત્યારે વિવિધ પ્રવૃતિઓના ભાગરૂપે રાજ્યભરના શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ મ્યુઝિયમ, હેરિટેજ બિલ્ડિંગ, પુરતત્વીય સાઇટ, મહાપુરુષોની પ્રતિમા, નદી, તળાવ, પાણીના સ્ત્રોતો, સમુદ્ર કિનારાની સફાઇ વિશેષ 'સફાઈ અભિયાન' અંતર્ગત હાથ ધરવામા આવી રહી છે. દરમિયાન ગુજરાત રાજ્યના એકમાત્ર ગીરીમથક સાપુતારા ખાતે સ્થાનિક રહીશો દ્વારા 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ કરવામા આવી હતી. ડાંગ જિલ્લામા દરેક જગ્યાએ સ્વચ્છતા માટે ગ્રામજનો, સખી મંડળની બહેનો સાથે મળીને રોજબરોજ સ્વચ્છતામાં લોકોની ભાગીદારી જોવા મળી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500