ગત તારીખ 7 જુલાઈ રવિવારની સાંજ ગિરિમથક સાપુતારાનાં માલેગામ પાસેનાં ઘાટ માર્ગમાં સુરતની પ્રવાસી બસને નડેલા અકસ્માતમાં, બસ ખીણમાં ખાબકી હતી. જેમાં કેટલાક ઈજાગ્રસ્ત મુસાફરો તથા તેમનાં પરિવારજનોનો સામાન પણ બસમાં જ રહી ગયો હતો. જે અંગે પ્રવાસીઓએ સાપુતારા પોલીસને ફરિયાદ કરી હતી.
જેના પગલે પોલીસે બસમાં પ્રવાસીઓનો કિંમતી સામાન મેળવી પ્રવાસીને પરત કરી માનવતા મહેકાવી હતી. પ્રવાસીનો દોઢ લાખનો કિંમતી કેમેરો પણ પોલીસે પરત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, સુરતથી સાપુતારા સહેલગાહે આવેલી ખાનગી લકઝરી બસ નંબર GJ/05/BT/9393માં 65 વ્યકિતિઓ સવાર હતાં. જે પૈકી અકસ્માતમાં એક 7 વર્ષની બાળકી અને 3 વર્ષનાં બાળકનું કરુણ મૃત્યુ નીપજયું હતું. જ્યારે 26 જેટલા ઈજાગ્રસ્તોને પ્રથમ નજીકની શામગહાન CHC ખાતે સારવાર અર્થે દાખલ કરાયા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application