સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.ની પોલીસ કર્મીઓની ટીમે પોકેટકોપ તથા ઈ–ગુજકોપની મદદથી ચોરીની મોટરસાઈકલ સાથે પોકસોના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો હતો.
સાપુતારા પોલીસ મથકના પી.આઈ.નાં માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ સ્ટાફના માણસોએ પોકસો એક્ટના ગંભીર ગુનામાં નાસતો-ફરતા રીઢા આરોપી સંજયભાઈ મોહનભાઈ ગાવીત (ઉ.વ.૩૧., રહે.જાખાના તા.આહવા જી.ડાંગ)ને સાપુતારા પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફ ટીમે વેશ-પલટો કરી ઝડપી પાડયો હતો. તેમજ ચોરીનો ભેદ પણ ઉકેલ્યો હતો. જેમાં આજથી ત્રણ મહિના પહેલા કલવણ બસ સ્ટેન્ડ મહારાષ્ટ્ર ખાતેથી ડીસ્કવર મોટરસાઈકલ ચોરી થઈ હતી તે આ આરોપી સંજય ગાવીત પાસેથી મળી આવતા પોલીસે કબ્જે કરી હતી. હાલમાં સાપુતારા પોલીસની ટીમે આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application