તમિલનાડુનાં IPS અધિકારી સંજય અરોરાને દિલ્હીના નવા પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. તેઓ હાલમાં પેરામિલિટરી ફોર્સ ITBPનાં ડાયરેક્ટર જનરલ છે. ઉલ્લેખનીય છે કે, અરોરા દિલ્હીનાં પોલીસ કમિશનરનો ચાર્જ લેશે. તેઓ ગુજરાત કેડરનાં IPS અધિકારી રાકેશ આસ્થાનાનું સ્થાન લેશે.
તેઓ 38 વર્ષની સર્વિસ પછી આજે નિવૃત્ત થયા હતાં. અસ્થાના અગાઉ અજય રાજ શર્મા દિલ્હીના પોલીસ કમિશનર હતાં. તેઓ 1966ની બેન્ચનાં ઉત્તર પ્રદેશ કેડરનાં IPS અધિકારી હતાં. તેમની નિમણૂક 1999માં કરવામાં આવી હતી અને તે વખતે એલ કે અડવાણી કેન્દ્રીય ગૃહ પ્રધાન હતાં.
અરોરા વય નિવૃત્તિ અનુસાર 2025માં નિવૃત થશે. અરોરા ભૂતકાળમાં તમિલનાડુ પોલીસ STFમાં સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ રહી ચૂક્યા છે. અરોરાએ ચંદનચોર વિરપ્પન પીછો કર્યો હતો. અરોરાને તેમના એસપી તરીકેના કાર્યકાળમાં બહાદુરી માટે મુખ્યપ્રધાનના વીરતા પદકથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
દિલ્હીનાં ઇતિહાસમાં ત્રીજી વખત એજીએમયુટી (અરૃણાચલ પ્રદેશ-ગોવા-મિઝોરમ એન્ડ યુનિયન ટેરિટરી) કેડરની બહારના કોઇ અધિકારીને દિલ્હીના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. અરોરા ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં બીટેકની ડિગ્રી ધરાવે છે. તેઓ 2002 થી 2004 દરમિયાન કોઇમ્બતૂરના પોલીસ કમિશનર હતાં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500