સલમાન ખાનની કિકની સીકવલની તૈયારી થઇ ગઇ છે. ફિલ્મ સર્જકે તેની ઘોષણા કરી હતી ત્યારે ફિલ્મને કિક ટુ તરીકે ઓળખાવી હતી. હવે સાજિદ નડિયાદવાળાએ અચાનક જ પ્રશંસકોને એક ભેટ આપી છે. તેણે ફિલ્મનું પ્રથમ લુક શેર કર્યું છે. સલમાનના ચાહકો આ લુક જોઇએ ઉત્સાહમાં આવી ગયા છે. સાજિદ નડિયાદવાળાએ એક પોસ્ટ શેર કરી છે. જેમાં સલમાન ખાને બ્લેક માસ્ક પહેર્યો છે. સાથે તેણે પોસ્ટમા એક ડાયલોગ પણ મુક્યો છે જેને પ્રશંસકો દ્વારા પુરો કરવાનું કહેવામા આવ્યું છે.
રસપ્રદ તોએ છે કે, મૂળ ફિલ્મ કિકમાં પણ સલમાન ખાનનો લુકઆવો જ હતો. જેમાં સલમાન એક ચોરની ભૂમિકામાં જોવા મળ્યો હતો. જે બેન્ક જેવી મોટી મોટી જગ્યાઓથી પૈસા ચોરીકરીને સદ્દકાર્યમાં ઉપયોગમાં લેતો હોય છે. તે અનાથ-ગરીબ લોકોના ઇલાજ માટે આ રૂપિયાનો ઉપયોગ કરતો હોય છે. કિક ટુનું શૂટિંગ સલમાન ખાનની સિકંદરનું શૂટિંગ પુરુ કર્યા પછી શરૂ કરવાનો છે. તેનો મતલબ છે કે, સલમાન ખાન ૨૦૨૫ની ઇદના દિવસે સિકંદર રિલીઝ થયા પછી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. અને કિક ટુ ફિલ્મ ૨૦૨૬ સુધી શૂટિંગ શરૂ કરે તેવી શક્યતા છે. જોકેઆ ફિલ્મની રિલીઝ વિશે હજી સુધી સત્તાવાર રીતે જણાવામાં આવ્યું નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application