Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સલમાન ખાન, અનિલ કપૂર અને ફરદિન ખાનની ફિલ્મ 'નો એન્ટ્રી'ની સીકવલમાં તમામ કલાકારો નવા હશે

  • September 09, 2024 

સલમાન ખાન, અનિલ કપૂર અને ફરદિન ખાનની ફિલ્મ 'નો એન્ટ્રી'ની સીકવલ બની રહી છે પરંતુ આ ફિલ્મમાં તમામ કલાકારો નવા હશે તેમ ફરદિને જણાવ્યું છે. ફરદિને એક વાતચીત વખતે સ્વીકાર્યું હતું કે, ફિલ્મની સીકવલ બની રહી છે તે વાત સાચી છે. જોકે, સાથે સાથે તેણે કહ્યું હતું કે હું આ ફિલ્મ સાથે સંકળાયેલો નથી. તેણે કહ્યું હતું કે, વાસ્તવમાં મૂળ ફિલ્મના કોઈ કલાકાર સીકવલમાં કામ કરવાના નથી અને આ વખતે બિલકૂલ નવી કાસ્ટ સાથે જ ફિલ્મ બની રહી છે. બોની કપૂરે 'નો એન્ટ્રી' બનાવી હતી અને અનીસ બાઝમીએ તેનું દિગ્દર્શન કર્યું હતું. બોલીવૂડમાં લાંબા સમયથી ચર્ચા છે કે હવે આ ફિલ્મની સીકવલ બની રહી છે. ફરદિનની સ્પષ્ટ જાહેરાત બાદ હવે આ ફિલ્મમાં નવા કલાકારો કોણ હશે તે અંગે ઉત્સુકતા વધી ગઈ છે. જોકે બોની કપૂરે હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર ઘોષણા કરી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News