ભારત સરકાર પૂરસ્કૃત જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી તાપી સંલગ્ન સખી વન સ્ટોપ સેન્ટર તાપી રેફરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરમાં કોઈ પણ હિંસાથી પીડીત મહિલાને એક જ સ્થળેથી તમામ પ્રકારની સેવા જેવી કે પોલીસ સહાય,કાનૂની સહાય,કાઉન્સેલિંગ,તબીબી સહાય,આશ્રય સહાય આપવામાં આવે છે.
તા.૦૪.૧૨.૨૦૨૦ ના રોજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈન દ્વારા એકલી રઝળતી ભૂલી પડેલ મળી આવેલ મહિલાનો કેસ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે રીફર કરવામાં આવેલ. ત્યાર બાદ આશ્રિત મહિલાની માનસિક સ્થિતિ અસ્વસ્થ જણાતા સૌપ્રથમ આશ્રિત મહિલાને રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અપાવી મહિલાનું કાઉન્સેલિંગ કરેલ જેમાં તેઓ મૂળ મહારાષ્ટ્ર મુંબઈ, અંધેરીવેસ્ટ, ધંગરવાડી, જુહુગલીના રહેવાસી હોવાનું જણાય આવેલ. અને આ મહિલા પારિવારીક ઝઘડાના કારણોસર ઘરેથી ભાગી ગયેલ હોવાનું જાણવા મળેલ હતું. ત્યારબાદ મહિલા પાસેથી મળેલ સંપર્ક નંબરના આધારે મહિલાના પરિવાર સાથે સંપર્ક કરી જિલ્લા પોલિસ વડાની કચેરીની મદદ લઈ તેમના ઘરે મૂકવા જવા માટે વાહન અને પોલીસ પ્રોટેક્સનની મદદ મેળવીને આ મહિલાને તા.૧૦.૧૨.૨૦૨૦ના રોજ સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ અને વ્યારા પોલીસ હેડ ક્વાર્ટસના કર્મચારીઓ દ્વારા મહિલાને તેમના પરિવારને સોપીને સાથે પરિવાર સાથે પુન:સ્થાપન કરાવેલ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500