સાદડવેલ રેંજના આર.એફ.ઓ. ચીરાગ આજરા અને તેના સ્ટાફને ડાંગનાં બરડીપાડા તરફથી લાકડા ભરેલા એક પીકઅપ ટેમ્પો આવનાર હોવાની બાતમી મળતા વન વિભાગના સ્ટાફે સોનગઢ-બરડીપાડા રોડ પર મોટા તારપાડા પાસે મળસ્કે વોચ ગોઠવી હતી. ત્યારે બાતમી મુજબનો પીકઅપ ટેમ્પો GJ/06/AZ/2182 ત્યાં આવી પહોંચતા વન વિભાગનાં સ્ટાફે તેને અટકાવવાની કોશીશ કરતા તેનો ચાલક પુરઝડપે લાકડા ભરેલું વાહન હંકારી ગયો હતો.
તેથી વન વિભાગનાં સ્ટાફે સરકારી વાહનમાં આમલગુંડી, સરૈયા રોડ અને ત્યાંથી ડોસવાડા તરફ વાહનનો પીછો કરતા ડોસવાડા નજીકથી લાકડા ભરેલા આ પીકઅપ ટેમ્પાને ઝડપી લેવામાં વન વિભાગના સ્ટાફને સફળતા મળી હતી. વન વિભાગે પીકઅપના ચાલક જયેશ છનાભાઈ ગામીત (રહે.મોટા તારપાડા,તા.સોનગઢ)નાંને દબોચી લઈ પીકઅપમાં તપાસ કરતા તેમાંથી રૂપિયા 91,350/-ની કિંમતના 27 નંગ સાગી ચોરસા અને 1 નંગ સીસમનું લાકડું મળી આવ્યું હતું.
વન વિભાગે રૂપિયા 3.50 લાખની કિંમતના પીકઅપ ટેમ્પા અને લાકડા મળી કુલ રૂપિયા 4,41,350/-ની કિંમતનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જયારે ચાલકની પૂછપરછમાં તેણે આ લાકડા ઈકબાલ શેખ અને આરીફ નામના ઈસમે મંગાવ્યા હોવાનું કબુલતા વન વિભાગે બંને ઇસમોને ફરાર જાહેર કરી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500