Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાગબારા પોલીસે સેલંબા ખાતેથી ૬ જુગારીયાઓને ૨૪ હજાર ના મુદામાલ સાથે ઝડપી લીધા

  • August 31, 2020 

સાગબારા પોલીસે બાતમીના આધારે સેલંબા ખાતે જુગાર રમતા જુગારીયા ઓને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. હિમકર સિંહ પોલીસ અધિક્ષક સા.શ્રી નર્મદા નાઓની સુચના મુજબ તથા શ્રી.રાજેશ પરમાર નાયબ પોલીસ અધિક્ષક રાજપીપલા ના માર્ગદર્શન મુજબ પ્રોહી/ જુગાર ની ગે.કા.પ્રવૃતિ ઉપર કડક કાર્યવાહી કરવાના સુચના અને નિર્દેશના પગલે તા.ર૯ નારોજ જી.કે.વસાવા પોલીસ સબ ઈન્સ્પેકટર સાગબારા એ

 

બાતમી ના આઘારે સાગબારા પોલીસ સ્ટાફના માણસો સાથે સેલંબા તડવી ફળીયામાં લીમડા ના ઝાડ નીચે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે પત્તાપાના વડે પૈસાનો જુગાર રમી રમાડતા ઈસમો ઉપર રેડ કરતા સ્થળ ઉપરથી દિલીપ કાશીરામ ભોઈ,ભરત જગન્નાથ ચાંદેડ,પુના હરચંદ ભોઈ,રમેશભાઈ રાજુભાઈ તેવર,કરણ રામસિંગ તડવી,જગન્નાથ રોહીદા વાળંદ, તમામ રહે.સેલંબા તા.સાગબારા જી.નર્મદા ને પકડી પાડી તેમની અંગ ઝડતી માંના રોકડ રૂપીયા ૧૪,૧૫૦/- તથા દાવ ઉપરના રોકડ રૂપીયા ૩,૪૭૦/- તથા પત્તા પાના નંગ-પર કિ.રૂા.૩૦/- તથા મોબાઈલ કુલ નંગ-૦૪ આશરે કિ.રૂ.૬,૫૦૦/- મળી કુલ્લે રૂા.૨૪,૧૨૦/-નો મુદ્દામાલ કબજે કરી જુગારનો ગણનાપાત્ર કેશ શોઘી કાઢી આરોપી ઓ સામે જુગાર ધારા કલમ -૧૨ તથા,કોરોના વાઈરસ મહા મારી COVID-19 અંતર્ગત ઈ.પી.કો કલમ ૨૬૯,૧૮૮ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ ની કલમ- ૫૦ (બી) મુજબનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ઘરવામાં આવેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application