રવિભાઈ પટેલ/સાબરકાંઠા : સમગ્ર દેશ “આઝાદીકા અમૃત મહોત્સવ” કાર્યક્રમની ઉજવણી વિવિધ રીતે કરી રહી છે ત્યારે સરકારશ્રીનો સ્પષ્ટ સંદેશ તેમજ શીખ રજુ કરી શકાય તે હેતુસર સરકારી વિનયન અને વાણિજય કૉલેજ, ગાંભોઈ જિ.સાબરકાંઠા ખાતે તા.૨૩/૧૦/૨૧, શનિવારના રોજ “શ્રેષ્ઠ ભારત કે પાંચ પ્રકલ્પ” અંતર્ગત પર્યાવરણ, સ્વચ્છતા, જળ સંરક્ષણ તેમજ જળસંચયના ઉદ્દેશને ચરિતાર્થ કરવા કૉલેજના પ્રિન્સિપાલ ડો.તૃષા દેસાઈના નેતૃત્વ હેઠળ કો-ઓર્ડીનેટર ડો.પીનલબેન દોશીના માર્ગદર્શન મુજબ આસિસ્ટન્ટ નોડલ ઓફિસર મયુરસિંહ અડિયોલ અને સભ્ય પ્રાધ્યાપક અનિલભાઈ વાણવી સહિત કોલેજના વિદ્યાર્થી મિત્રો સાથે મળી તા.૨૩/૧૦/૨૧, શનિવારના રોજ સવારે 9:30 કલાકે મુછની પાળ તેમજ અન્ય ગામોમાં જઈ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.
જેમાં ગામના સરપંચઓ, શાળાના આચાર્યઓ, આંગણવાડી કાર્યકરો તેમજ ગામના અગ્રણીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ. કાર્યક્રમને ધ્યાનમાં રાખી કો-ઓર્ડીનેટર મયુરસિંહ અડિયોલ દ્વારા વૃક્ષોના જતન વિશે તેમજ વૃક્ષોના પ્રાકૃતિક ફાયદાની પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી. તેમજ આવનારા સમયમાં “આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમની નિમિત્તે વિવિધ કાર્યક્રમો કરવાની સવિશેષ માહિતી પ્રાધ્યાપક અનિલભાઈ વાણવી દ્વારા આપવામાં આવી અને સૌ સાથે મળી કાર્યક્રમની ખૂબ જ સફળ બનાવ્યો હતો. કોલેજના પ્રિન્સિપાલ ડો.તૃષા દેસાઈના માર્ગદર્શનમાં સમગ્ર કોલેજના અધ્યાપકના સાથ સહકારથી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મયુરસિંહ અડિયોલ અને અનિલભાઈ વાણવી દ્વારા કરવામાં આવ્યું હતું.
વધુ વૃક્ષ વાવો-પૃથ્વીને બચાવો, વધુ વૃક્ષ વાવો-દેશ બચાવો, વૃક્ષો વાવો-વરસાદ લાવો, વૃક્ષ છે અનમોલ રતન-કરો તેનું જતન, જન જન જાગૃતિ લાવો ઠેર-ઠેર વૃક્ષો વાવો.....આવા સોનેરી સુત્રો ઉચ્ચારી જીવનમાં વૃક્ષોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. જેથી ગ્રીન વિલેજના ઉદ્દેશોને સિદ્ધ કરી દરેક ગામ ગ્રીન વિલેજ બનાવી વાસ્તવિકરીતે પર્યાવરણમાં જીવન જીવતા પશુ-પક્ષીઓ, પ્રાણીઓ, માનવીઓને પર્યાવરણરૂપી આઝાદી અપાવીએ...ચાલો વૃક્ષો વાવીએ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500