ભારતની મોટી સ્ટેમ ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ, વિજ્ઞાન અને પ્રૌધોગિક વિભાગ ગાંધીનગર દ્વારા ગુજરાત સ્ટેમ ક્વિઝ ૨.૦ ( STEM QUIZ- ૨.૦) સ્પર્ધાનું આયોજન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ના કો ઓર્ડિનેટર કેશા પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ભરુચ જિલ્લાના તમામ તાલુકાઓમાં કરવામાં આવ્યું હતું. આ ક્વિઝમાં ભરૂચ જિલ્લામાંથી 18,500 ઓનલાઇન રજિસ્ટ્રેશન કરનારા ધોરણ 9થી 12નાં વિદ્યાર્થીઓએ ઘરે બેઠા ઓનલાઇન ભાગ લીધો હતો.
આ કવીઝનું આયોજન પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર, ભરુચ ખાતે કરવાં આવ્યું હતું. જેમાં 100થી વધુ વિધ્યાર્થીઓએ હાજર રહી ક્વિઝ આપી હતી.ક્વિઝની ભાષા ગુજરાતી/અંગ્રેજી હતી. આ ક્વિઝમાં ભારત દેશના તમામ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના કોઈપણ બોર્ડ અથવા માધ્યમના ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ ભાગ લીધો હતો. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નહોતી.સાયન્સ, ટેક્નોલોજી, ઇજનેરી અને ગણિત (સ્ટેમ) ક્ષેત્રે હાલના વિકાસ અને વલણો પર આધારિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ક્વિઝના પ્રશ્નો મુખ્યત્વે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરના હતા. કવીઝનો હેતુ.
કવીઝનો હેતુ વિદ્યાર્થીઓમાં સાયન્સ, ટેક્નોલોજી, ઈજનેરી અને ગણિત (સ્ટેમ) ક્ષેત્રે ઉત્સાહ વધાવાનું અને પ્રેરણા આપવાનું છે. આ ક્વિઝ તમામ રાજ્યોની ભાગીદારી સાથે રાષ્ટ્રીય સ્તરની ઈવેન્ટ બની રહેશે. જેથી જિલ્લાના વિધાર્થીઓ સ્ટેમ સ્પર્ધામાં ભાગ લેવાથી તેઓના જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃધ્ધી થશે. આ પ્રતિયોગીતા અંતર્ગત... વિધાર્થીઓને ૨ કરોડ સુધીના ઈનામો આપવામાં આવશે જિલ્લા કક્ષાની સ્પર્ધા બાદ દરેક તાલુકાનાં અગ્રતા ક્રમે આવનાર 10-10 વિધ્યાર્થીઓને આગામી દિવસોમાં રાજય કક્ષાએ ભાગ લેવાનો રહેશે. વિજેતા વિદ્યાર્થીઓને ટેલિસ્કોપ, ટેબલેટ, લેપટોપ, રોબોટ કીટ, ડ્રોન વિગેરે જેવા ઇનામો આપવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500