Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ધરમપુર-કપરાડામાં એસ.ટી.ની પ્રવાસન બસને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ, આગામી બંને રવિવારનું બુકિંગ ફૂલ

  • July 14, 2023 

એક જ ટ્રીપમાં સહેલાણીઓને પીપરોળ (વેલીવ્યું), વિલ્સન હીલ, શંકરધોધ અને સુલીયા ડુંગરનો રોમાંચ માણવા મળશે ચોમાસા દરમિયાન વલસાડ જિલ્લાના વિવિધ ધાર્મિક અને કુદરતી પર્યટન સ્થળો ભરપૂર સૌંદર્ય સાથે ખીલી ઉઠે છે. જેને ખુશનુમા માહોલમાં માણવાનો એક લ્હાવો હોય છે. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના પ્રવાસન સ્થળોને વધુ વેગ મળે અને પર્યટકો રજાના દિવસોમાં સરળતાથી પહોંચી શકે તે માટે વલસાડ જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ વલસાડ એસટીના વિભાગીય નિયામક દ્વારા નવી પહેલ કરવામાં આવી હતી.



જેના ભાગરૂપે ધરમપુર-કપરાડાના પર્યટન સ્થળો માટે દર રવિવારે વલસાડ એસ.ટી. ડેપોથી લોકલ ભાડાના દરે બે નવી બસ સેવા શરૂ કરવામાં આવી હતી. જેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. ખાસ કરીને સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી સહેલાણીઓ ધરમપુર-કપરાડાના આ સ્વર્ગસમા સ્થળોને માણવા માટે ઓનલાઈન બુકિંગનો લાભ લઈ રહ્યા હોવાથી આગામી તા.૧૬ જુલાઈ અને તા.૨૩ જુલાઈ ૨૦૨૩ને બંને રવિવારની બંને બસો ઓનલાઈન રીઝર્વેશનમાં ફૂલ થઈ ગઈ છે. જેથી મુસાફરોના ધસારાને ધ્યાને લઈ આ બે બસો સિવાય તા.૨૩ જુલાઈ ૨૦૨૩ના રોજ વધારાની એક બસનું આયોજન કરવામાં આવ્યું છે.



સવારે ૮.૧૫ કલાકે વલસાડથી ઉપડી અને ૧૨.૨૫ કલાકે સુલીયા ડુંગરથી પરત આજ રૂટ ઉપર દોડાવવાનો નિર્ણય વલસાડ એસ.ટી. વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. ૩૩ સીટ ધરાવતી આ પર્યટન બસો નવી નક્કોર છે. મુસાફરોના પ્રવાસન પ્રત્યેના લગાવ અને નિગમને ઓનલાઈન/ઓફલાઇન મળેલા સૂચનો ધ્યાને લેતા આગામી તા.૩૦ જુલાઈ ૨૦૨૩થી આ બસો વલસાડ થી મોટી કોરવડ-સુલીયા ડુંગર અને ત્યાંથી પરત વલસાડના રૂટ ઉપર ચાલશે જે બસમાં ઓનલાઈન બુકિંગ માટે નિગમની વેબ સાઇટ-www.gsrtc.in ઉપર સીધુ વલસાડથી સુલીયા ડુંગરનું બુકિંગ કરી શકાશે. જેમાં પીપરોળ (વેલીવ્યું), વિલ્સન હીલ, શંકરધોધ અને સુલીયા ડુંગર ખાતેના તમામ સ્થળોએ મહત્તમ 30 મીનિટનો હોલ્ટ કરશે જેથી પ્રવાસીઓને એક જ ટ્રીપમાં દરેક સ્થળોનો રોમાંચ માણવા મળી શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application