Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ માંથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી SOG ટીમ તાપી

  • July 31, 2022 

સોનગઢના ઇસ્લામપુરા ટેકરા પાસેથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં જિલ્લા એસઓજી ટીમને સફળતા મળી છે.ઝડપાયેલો આરોપી દારૂના ગુનામાં વોન્ટેડ હતો અને નાસતો ફરતો હતો.



મળતી માહિતી અનુસાર તાપી એસઓજી શાખાના માણસો પો.કો.ધનંજયભાઇ ઇશ્વરભાઇ તથા વિપુલભાઇ રમણભાઇ,દિગ્વિજયસિંહ કોદરસિંહ નાઓ સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન હે.કો.દાઉદભાઇ ઠાકોરભાઇ તથા પો.કો.વિપુલભાઇ રમણભાઇ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકિકતના આધારે સોનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપી ફઝરઅલી ઉર્ફે ચેનગ્રીયો ઇમ્તિયાજ અલી સૈયદ ઉ.વ.૨૭,ધંધો,વેલ્ડીંગ.રહેવાસી,નવાપુર,ભગતવાડી,તા.નવાપુર જી.નંદરબાર નાને આજરોજ સોનગઢ ઇસ્લામ પુરા ટેકરા પાસેથી ઝડપી પાડી આરોપીની સી.આર.પી.સી ૪૧(૧) આઇ મુજબ કાયદેસર કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application