એક જ ફેટાનો દુરુપયોગ કરીને સંખ્યાબંધ સીમકાર્ડ ઈસ્યુ થયાના કૌભાંડનો પર્દાફશ થયો છે. ડિપાર્ટમેન્ટ ઓફ્ ટેલિકોમ્યુનિકેશન, સાયબર ક્રાઇમ, સીઆઇડી ક્રાઇમ અને ગુજરાત એટીએસે સંયુક્ત કાર્યવાહી કરીને આ કૌભાંડનો પર્દાફશ કર્યો છે.સામાન્ય વ્યક્તિના દસ્તાવેજ પર એક જ ફેટો લગાવી સીમકાર્ડ એક્ટિવ કરાતા હતા. આશરે 486 ફોટાનો દુરુપયોગ કરીને 29 હજારથી વધુ સીમકાર્ડ વેચાયા હોવાની માહિતી સામે આવી રહી છે.
સીમકાર્ડનો ગેરકાયદે પ્રવૃત્તિમાં ઉપયોગ થતો હોવાની આશંકાએ સુરક્ષા એજન્સીઓ દ્વારા કાર્યવાહી કરાઇ હતી. સીઆઈડી ક્રાઈમની માહિતીના આધારે રાજયમાં ગેરકાયદે સીમકાર્ડ એક્ટિવ કરવાના કેસમાં રાજ્યભરમાં 15 ગુના દાખલ કરી 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં નવસારીમાં નવસારી ટાઉન, ગણદેવી, નવસારી રૂરલ અને બીલીમોરામાં પણ ગુના નોંધીને પાંચ જણાની ધરપકડ કરી છે.
સુરત શહેરમાં લીંબાયત, સરથાણા અને વરાછામાં ત્રણ ગુના નોંધીને ત્રણ જણાની, ભાવનગરમાં બોર તળાવ, ગંગાજળીયા અને ભરતનગરમાં ગુનો નોંધીને એક જણાની, અમદાવાદ શહેરના ક્રાઈમ બ્રાન્ચમાં ત્રણ ગુના નોધીને ચાર જણાની,રાજકોટ ગ્રામ્યમાં જસદણમાં એક ગુનો નોંધીને એક જણાની અને સુરત ગ્રામ્યમાં કોસંબમાં ગુનો નોંધીને ચાર જણાની ધરપકડ કરી છે.
રાજ્ય સાયબર ક્રાઈમ સેલ અને ગુજરાત ATS દ્વારા રાજ્ય સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, સાયબર ક્રાઈમ સેલ અને SOG દ્વારા નકલી સિમ કાર્ડના વેચાણમાં સંડોવાયેલા આવા POS સામે રાજ્યવ્યાપી સંયુક્ત ઓપરેશન હાથ ધરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. નકલી સિમના વેચાણમાં સંડોવાયેલા POS સામે DOT, રાજ્ય સાયબર ક્રાઈમઅને ATS દ્વારા હાથ ધરવામાં આવેલી આ પ્રકારની પ્રથમ રાજ્યવ્યાપી કાર્યવાહી છે અને આજ સુધીમાં આવા 7000થી વધુ નકલી સિમ વેચનારા 30 POS સામે 15 FIR દાખલ કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500