મધ્યપ્રદેશનાં સિંગરૌલી જિલ્લામાં એક મહિલા પાસે જૂતાની લેસ બંધાવવા મામલે SDMની નોકરી છીનવાઈ ગઈ છે. મુખ્યમંત્રી મોહન યાદવે ચિતરંગી SDMને હટાવવાનો નિર્દેશ આપી દીધો છે. સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો હતો જેમાં ચિતરંગી SDM અસવાન રામ ચિરાવન એક મહિલા પાસે જૂતાની લેસ બંધ બંધાવતા નજર આવી રહ્યા છે. આ મામલાએ જોર પકડતા CM મોહન યાદવે સંજ્ઞાન લેતા SDMને હટાવવાનો નિર્દેશ આપી દીધો છે.
CM કાર્યાલયે X પર લખ્યું કે, સિંગરૌલી જિલ્લાના ચિતરંગીમાં SDM દ્વારા એક મહિલા પાસે તેના જૂતાની લેસ બંધાવવાનો મામલો સામે આવ્યો છે જે ખૂબ જ નિંદાપાત્ર છે. આ ઘટના પર SDMને તાત્કાલિક હટાવવાનો નિર્દેશ આપ્યો છે. અમારી સરકારમાં નારી સમ્માન સર્વોપરી છે. મુખ્યમંત્રી ડો.મોહન યાદવ ફરિયાદો મળવા પર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાથી પાછળ નથી હટી રહ્યા. શાજાપુરમાં ડ્રાઈવરને 'ઓકાત' પૂછનાર કલેક્ટર બાદ હવે દેવાસમાં ખેડૂતો સાથે અભદ્ર ભાષામાં વાત કરનાર મહિલા તહસીલદાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ અગાઉ CM યાદવે તેમની સખ્તીનો પરિચય આપતા ગુના બસ દુર્ઘટના બાદ ઉપરથી લઈને નીચે સુધીના અધિકારીઓ સામે કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application