Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

LUNA-25 ચંદ્રની સપાટી સાથે અથડાઈ ક્રેશ થતાં રશિયાનું ચંદ્ર મિશન નિષ્ફળ થયું

  • August 20, 2023 

રશિયાએ 50 વર્ષ પછી બીજી વખત ચંદ્ર મિશન શરૂ કર્યું, જે તારીખ 21 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ઉતરવાનું હતું. જોકે, રોસકોસમોસ અનુસાર, Luna-25 સ્ટેશન ચંદ્ર સાથે અથડાયું, જેના કારણે મિશન નિષ્ફળ ગયું છે. તમને જણાવી દઈએ કે, રશિયાએ તારીખ 11 ઓગસ્ટનાં રોજ Luna-25 લોન્ચ કર્યું હતું. અગાઉ, શનિવારે, રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસે પુષ્ટિ કરી હતી કે, રશિયાના Luna-25 અવકાશયાનમાં તકનીકી ખામી સર્જાઈ હતી.



રોસકોસ્મોસે શનિવારે જણાવ્યું હતું કે, લેન્ડિંગ પહેલાં ભ્રમણકક્ષા બદલતી વખતે અસામાન્ય સ્થિતિને કારણે Luna-25 ભ્રમણ કક્ષાને યોગ્ય રીતે બદલી શક્યું નથી. સ્પેસ એજન્સીએ જણાવ્યું હતું કે, નિષ્ણાતો હાલમાં અચાનક સમસ્યાનો સામનો કરવામાં અસમર્થ હતા. તે જ સમયે, અગાઉ એવી અપેક્ષા હતી કે Luna 21 ઓગસ્ટનાં રોજ ચંદ્રની સપાટી પર ઉતરશે. રોસકોસ્મોસે અહેવાલ આપ્યો હતો કે, Luna-25 એ ચંદ્રના ગ્રાઉન્ડ ક્રેટર્સની તસવીરો પોસ્ટ કરી છે. તે ચંદ્રના દક્ષિણ ગોળાર્ધમાં ત્રીજો સૌથી ઊંડો ક્રેટર્સ છે, જેનો વ્યાસ 190 કિમી અને 8 કિમીની ઊંડાઈ છે. એજન્સીનું કહેવું છે કે, Luna-25થી અત્યાર સુધી મળેલા ડેટા પરથી ચંદ્રની જમીનમાં રહેલા રાસાયણિક તત્વો વિશે જાણકારી મળી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application