દેશમાં દર વર્ષે તા.૩૧ ઓકટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લામાં આવેલ બીલીમોરાના મઢી ગ્રાઉન્ડ થી સોમનાથ મહાદેવ મંદિર સુધી બે કી.મી સુધીની ‘રન ફોર યુનિટી’ દોડ ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત મહાનુભાવો સહિત સૌએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષાને જાળવી રાખવા સંકલ્પબદ્ધ બન્યા હતા અને નાગરિકોને એકતાનો સંદેશ આપ્યો હતો.
આ ‘રન ફોર યુનિટી’ દોડને ગણદેવીના ધારસભ્યશ્રી નરેશભાઇ પટેલ તથા મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું હતું. બીલીમોરાના મઢીના ગ્રાઉન્ડ ખાતેથી વહેલી સવારે યોજાયેલી ‘રન ફોર યુનિટી’ દોડમાં યુવાનો અને નગરજનો દેશની એકતાની ભાવના સાથે દોડમાં જોડાયા હતા. આ દોડ મઢીના ગ્રાઉન્ડથી શરૂ થઈ સોમનાથ મહાદેવ મંદિરથી બે કી. મીનો અંતર કાપી મઢીના ગ્રાઉન્ડ પરત ફરી હતી. રન ફોર યુનિટી દોડમાં આશરે ૧૫૦ થી વધુ લોકોએ ભાગ લીધો હતો જેમાં અલગ અલગ કેટ્ગરીમાં વિજેતા થયેલ દોડવીરોને મહાનુભાવોના હસ્તે મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application