નગરપાલિકાના શાસકો દ્વારા હાલ અણધડ વહિવટ ચલાવી રહ્યા છે અને પ્રજા હેરાન પરેશાન થઇ રહેલ છે ત્યારે પાલિકા દ્વારા શહેરીજનોને જે સુવિધા મળવી જોઇએ એ મળતી નથી અને વેરામાં ધરખમ વધારો ઝીંકી રહ્યા છે,વ્યારા નગરપાલિકાએ વેરા વધારા માટેનો જ્યારથી ફતવો બહાર પાડ્યો છે ત્યારથી હજુ સુધી અનેક લોકોએ પોતાનો વિરોધ નોંધાવતા અનેક આવેદનો પણ પાલિકાનાં ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખને આપ્યા છે.
વેરા વધારો ન કરાય તે માટે રજૂઆતો કરી હતી
અગાઉ વિવિધ પ્રશ્નો અને વેરા વધારાના વિરોધનાં નિરાકરણ માટે જાગૃત નાગરિકો સહિત આગેવાનોએ પણ પાલિકા જઈને પોતાની રજૂઆતો કરી હતી અને વેરા વધારો ન કરાય તે માટે રજૂઆતો કરી હતી. જોકે આજદિન સુધી કોઈ નિરાકરણ નહીં આવતા સંપૂર્ણ સ્વયંભુ સમર્થન આપી નગરના લોકોએ અને વેપારીઓ વ્યારા સજ્જડ બંધ રાખ્યું હતું.
કોઈ નિર્ણય પાલિકા દ્વારા ન લેવાતા આજે બંધનું એલાન આ કમિટીએ કર્યું હતું
ભાજપ સાશિત વ્યારા નગર પાલિકા છેલ્લા એક માસથી વેરા વધારાના નિર્ણયને લઈને વિવાદમાં આવી છે, પાલિકાની મળેલ કારોબારીમાં વેરા વધારવા અંગે નિર્ણય લેવાયો હતો, જેનો પહેલેથીજ તબક્કાવાર વિરોધ કરાઈ રહ્યો છે, વ્યારામાં વધેલ વેરાનો વિરોધ વ્યક્ત કરીને વેરા વધારા નાબૂદી સંઘર્ષ સમિતિની રચના કરવામાં આવી હતી,આ કમિટી દ્વારા પણ લેખિક મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ નિર્ણય પાલિકા દ્વારા ન લેવાતા આજે બંધનું એલાન આ કમિટીએ કર્યું હતું.
વ્યારા પાલિકામાં બુધવારે બપોરે પાલિકાનાં વેરા વધારાનાં વિરોધને લઈ અઢી કલાકની લાંબી ચર્ચા ચાલી હતી
આપને અહીં એપણ જણાવી દઈએ છીએકે,વ્યારા નગરપાલિકાના જાગૃત નાગરિકો દ્વારા વેરા વિરોધ સંઘર્ષ સમિતિ બનાવી વ્યારા પાલિકામાં બુધવારે બપોરે પાલિકાનાં વેરા વધારાનાં વિરોધને લઈ પાલિકા પ્રમુખની ઓફિસમાં બેઠક બાદ સભાખંડમાં વ્યારા પાલિકા પ્રમુખ,કારોબારી અધ્યક્ષ અને અન્ય સભ્યોની હાજરીમાં આશરે અઢી કલાકની લાંબી ચર્ચા ચાલી હતી.
વેપારીએ સંપૂર્ણ સ્વયંભૂ સમર્થન આપી વ્યારા બંધ રાખ્યું
આ ચર્ચામાં લોક આક્રોશ જોઇ પાલિકાનાં શાસકપક્ષે સર્વપક્ષીય બેઠક બોલાવી પ્રજાનાં હિતમાં નિર્ણય લેવાની ખાત્રી આપતા મામલો થાળે પડ્યો હતો. બીજી તરફ રજૂઆત કરવા ગયેલી સમિતિ દ્વારા શુક્રવાર સુધીમાં કોઈ નિર્ણય ન આવે તો શનિવારે વ્યારા નગર બંધનું એલાન કર્યું હતું. તેમછતાં કોઈ નિર્ણય પાલિકા દ્વારા ન લેવાતા આજે એટલે કે શનિવારે નગરના લોકોએ અને વેપારીએ સંપૂર્ણ સ્વયંભૂ સમર્થન આપી વ્યારા બંધ રાખ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500