લોકપ્રિય ટીવી એક્ટર અમર ઉપાધ્યાયે તેની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર ઇન્વેસ્ટમેન્ટ ફર્મ સામે કેસ દાખલ કર્યો છે. અભિનેતાએ ઇન્વેસ્ટ મેન્ટમેનેજમેન્ટ કંપનીના ડાયરેક્ટર વિરુદ્ધ 1.25 કરોડ રૂપિયાની ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરવાનો આરોપ લગાવીને પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં અભિનેતાએ કહ્યું છે કે તે એપ્રિલ 2022માં આ કંપનીના 2 ડિરેક્ટર કુણાલ શાહ અને હીનલ મહેતા ને મળ્યો હતો. આ સમય દરમિયાન, બંનેએ અભિનેતાને વચન આપ્યું હતું કે જો તે પોતાના પૈસા તેમની સાથે રોકાણ કરશે તો તેને સારું વળતર મળશે. તેમની વાત માનીને અભિનેતાએ શરૂઆતમાં રૂ.20 લાખનું રોકાણ કર્યું હતું.
પરંતુ આ પછી તેઓએ અમરને કહ્યું કે જો તમે આનાથી પણ મોટી રકમનું રોકાણ કરશો તો વર્ષ 2026 સુધીમાં 5 થી 15 કરોડ રૂપિયા મળી શકે છે. ત્યાર પછી એક્ટર આ લોકોનો શિકાર બની ગયો અને તેણે વગર વિચાર્યે તેમની કંપનીમાં મોટું રોકાણ કર્યું હતું. એક્ટર અમર એ કહ્યું હતું કે કંપનીએ અભિનેતાને ફેક એકાઉન્ટ સ્ટેટમેન્ટ પણ બતાવ્યું જેથી તેને સમજાવી શકાય કે તેને કેટલો નફો થઈ રહ્યો છે, અંતે સત્યની જાણ થતાં જ તેણે કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. હવે આઈપીસીની કલમ 34, 406, 465, 409 અને 420 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500