અજાણ્યા ચોરટાઓ હવે ગ્રામ્ય વિસ્તારોને નિશાન બનાવી રહ્યા છે, વાલોડ તાલુકાના અંધાત્રી ગામમાં રહેતા અને ઉકાઈ ખાતે થર્મલ પાવર સ્ટેશનમાં ડેપ્યુટી ઈજનેર તરીકે ફરજ બજાવતા કિરીટકુમાર પાવાગઢીના બંધ મકાનને કોઈ અજાણ્યા ચોરટાઓએ નિશાન બનાવી સોનાના ઘરેણાની ચોરી કરી ચોરટાઓ ફરાર થઇ ગયા હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે,
મળતી માહિતી અનુસાર વાલોડ તાલુકાના અંધાત્રી ગામના આશ્રમ ફળિયુમાં રહેતા અને ઉકાઈ ખાતે થર્મલ પાવર સ્ટેશનમાં છેલ્લા 20 વર્ષથી ડેપ્યુટી ઈજનેર તરીકે ફરજ બજાવતા કિરીટકુમાર પાવાગઢીના બંધ મકાનને અજાણ્યા ચોરટાઓએ નિશાન બનાવ્યું હતું, મકાનના દરવાજાને લાગેલ તાળું તોડી મકાનની અંદર પ્રવેશ કરી રૂમમાં મુકેલ લોખંડનો કબાટનો દરવાજો તથા તિજોરી તોડી કબાટમાં મુકેલ (1) સોનાની બંગડી નંગ-4 આશરે વજન 4 તોલા જેની કિંમત રૂપિયા 60 હજાર, તથા (2) સોનાનું મંગળ સુત્રો નંગ-1 વજન આશરે 2 તોલા જેની કિંમત રૂપિયા 30 હજાર (3) સોનાની ચેઈન નગ-1 વજન આશરે 1 તોલા જેની કિંમત રૂપિયા 15 હજાર (4) સોનાની બુટ્ટી નંગ-2 જોડી વજન આશરે 1 તોલા જેની કિંમત રૂપિયા 15 હજાર મળી કુલ 8 તોલા જેની કિંમત રૂપિયા 1.20 લાખ (એક લાખ વીસ હજાર)ની મત્તા ચોરી અજાણ્યા ચોરટાઓ નાશી છુટ્યા હતા,
બનાવ અંગે કિરીટકુમાર ગજેન્દ્રભાઈ પાવાગાઢીએ પોલીસને ફરિયાદ કરી હતી જેમની ફરિયાદના આધારે વાલોડ પોલીસે અજાણ્યા ચોરટાઓ વિરુધ્ધ ગુનો દાખલ કરી ચોરટાઓની શોધખોળ હાથ ધરી છે.( ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500