મધ્યપ્રદેશનાં કટની જિલ્લાનાં બારગાંવ વિસ્તારની એક બેંકમાંથી લૂંટારૂઓ રૂપિયા 5 કરોડની કિંમતનું સોનું અને રૂપિયા 3.5 લાખ રોકડા રીવોલ્વર દેખાડી લૂંટી ગયા હતા. જોકે શનિવારે કરાયેલી આ લૂંટ અંગે પોલીસે 2 જણાની ધરપકડ કરી હતી. જયારે 4 જણા હજી પોલીસ પકડથી દુર છે. કટનીના પોલીસ સુપ્રિટેન્ડન્ટ પત્રકારોને આ માહિતી આપતાં સોમવારે જણાવ્યું હતું કે, આ લૂંટમાં પકડાયેલા પૈકી એકનું નામ સુભાષ તિવારી (ઉ.વ.24) છે. તે મૂળ પટણાનો વતની છે.
જ્યારે બીજાનું નામ અંકુશ સાહુ (ઉ.વ.25) છે, તે બકસરનો વતની છે. તે બંનેની સ્થાનિક પોલીસની મદદથી રવિવારે મંડલામાંથી ધરપકડ કરવામાં આવી હતી. જયારે વધુમાં જણાવ્યું હતું કે, બંને ઝડપાયેલા આરોપીઓ ગેરમાર્ગે દોરવા પ્રયત્નો કરી રહ્યા હતા અને તેમનાં પોલીસે તેમની વિષે સત્યતા ચકાસવા માંગીએ છીએ. તે માટે એક પોલીસ ટીમ પણ પટણા રવાના કરાઈ છે. આ સાથે હજી પણ લાપત્તા રહેલા અન્ય 4ની શોધ ચાલે છે.
અમે આ અંગે વિવિધ રાજ્યોનો પણ સંપર્ક સાધીએ છીએ. આ ગેંગે ધનબાદ, આગ્રા અને હાવડા સહિત ઘણાં શહેરોમાંથી આશરે 300 કી.ગ્રા. જેટલું સોનું લૂંટયું હોવાનું પણ જાણવા મળ્યું છે. આ ગેંગનાં સરદારે 29મી ઓગસ્ટે ઉદયપુરની બેન્કમાંથી 24 કી.ગ્રા. સોનું અને રૂપિયા 11 લાખ રોકડા લૂંટયા હતા. તે અત્યારે બિહારની બેયુર જેલમાં છે. આ લૂંટ સંદર્ભે નિરીક્ષકો તેમ પણ કહે છે કે, આ બેફામ મોંઘવારી અને બેકારીને લીધે નાની મોટી ચોરી-ચપાટી વધતી જ જશે. પોલીસ પણ માને છે કે, આ ભીતિ અસ્થાને નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500