Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાંધીનગરનાં જુના સચિવાલયને રિ-ડેવલપ કરવાનો પ્રોજેક્ટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાયો : પ્રથમ તબક્કામાં 100 કરોડનાં ખર્ચે બે બ્લોક તૈયાર થશે

  • June 24, 2023 

ગાંધીનગરનાં જુના સચિવાલયને રિ-ડેવલપ કરવાનો પ્રોજેક્ટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. હવે જૂના સચિવાલયની જગ્યાએ નવું ભવન તૈયાર કરવામાં આવશે. જૂના સચિવાલયમાં ક્રમશ 8 બ્લોક તૈયાર કરાશે. ડો.જીવરાજ મહેતા ભવનમાં આવેલા બિલ્ડીંગોની હાલત જર્જરિત થઈ ગઈ છે. કચેરીઓ ખૂબ જૂની અને જર્જરિત થઈ ચૂકી છે. લિફ્ટ, ફાયર ફાઇટિંગ સિસ્ટમ, પાર્કિંગ સહિતની અન્ય પાયાની સુવિધાઓ પણ યોગ્ય નથી.



જેથી જૂના સચિવાલયનાં રી-ડેવલપમેન્ટનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિ-ડેવલપ માટેનો આ પ્રોજેક્ટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. જૂના સચિવાલયમાં ક્રમશ 8 બ્લોક તૈયાર કરવામાં આવશે. જેમાં પહેલા તબક્કામાં 100 કરોડના ખર્ચે 2 બ્લોક તૈયાર કરાશે. જેમાં લિફ્ટ સહિત અદ્યતન સુવિધાઓ ઉભી કરાશે. આ માટે ટેન્ડરીંગ પ્રકિયા ટૂંક સમયમાં જ શરૂ કરાશે. હાલમાં જૂના સચિવાલયમાં કાર્યરત કચેરીઓની કામગીરીને વિક્ષેપ ન પડે તે માટે જૂના બિલ્ડીંગ યથાવત રાખી નવું સ્ટ્રક્ચર તૈયાર થશે.



નવા બ્લોક તૈયાર થઇ જાય અને તેમાં કચેરીઓ શિફ્ટ થઇ જાય પછી જ જૂના બ્લોક તોડી પડાશે. નવા બિલ્ડીંગ બની ચુક્યા બાદ જૂના બિલ્ડીંગ તોડાશે. હાલ જૂના સચિવાલયમાં 20 બ્લોક આવેલા છે જેમાં હાલના 3 માળનાં સ્ટ્રક્ચરને બદલે 8 માળનું નવું સ્ટ્રક્ચર બનાવાશે. જૂના સચિવાલયના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને મુખ્યમંત્રીની મંજૂરી મળ્યા બાદ હવે સીટીપી ઓફિસ દ્વારા બ્લોક અને કચેરીઓના પ્લાનને પણ મંજૂરી આપી દેવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application