'અમારા વહાલા મોદી દાદા (મા.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી) એ અમારુ ભણવાનું સપનું પુરુ કર્યુ છે, જે બદલ દાદાનો ખુબખુબ આભાર' ભણી ગણીને હું પણ મારા મમ્મી - પપ્પા ને સારુ જીવન આપવા માંગુ છું અને ગરીબ બાળકોને મફત શિક્ષણ આપી એમને પણ જીવનમા આગળ વધારવા માંગુ છું.
ગાંધીનગર સેક્ટર-૨૪ ના સાવ સામાન્ય સ્લમ વિસ્તારના છાપરામાં રેહતા અને આર્થિક પછાત પરિવારના બે બાળકો અંજલી ઉંમર-૧૨ વર્ષ અને રોનક ઉંમર-૭ વર્ષના આ બે બાળકો Right to Education (RTE) યોજના અંતર્ગત ખાનગી શાળામાં ધોરણ- ૧ થી ૮ માં વિનામુલ્યે એડમિશન મળેલ છે. આ બાળકોની મુલાકાત લેતા એમના સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે તેમની દીકરી અંજલી કડીની જે.બી.પ્રાઇમરી સ્કુલ અને દીકરો રોનક કડી સર્વે વિઘાલય, સેકટર- ૨૩ માં અભ્યાસ કરે છે, અને ભણવામાં પણ ખુબજ હોંશિયાર છે.
પિતા રાજેશભાઈ સાથેની વાતચીત દરમ્યાન તેમણે પણ આ વાત જણાવેલ કે, તેમનાં દિકરા અને દિકરી ભણવામાં ખુબ પાવરધા હોવા છત્તા આર્થિક નબળાઈના કારણે અમને એમના સારા ભણતરની ચિંતા સતાવતી હતી.સૌથી મોટી દિકરી પુનમને યોજનાની જાણકારીના અભાવે તથા આર્થિક સ્થિતી કફોડી હોવાને કારણે સરકારી શાળામાં મુકી હતી આજે એ પણ સારો અભ્યાસ કરેજ છે પણ બીજાના બાળકોને જ્યારે સારી સ્કુલમાં જતા જોતા ત્યારે અમારા ધુળમાં એકડો પાડતા અને એકધારા સ્કુલ બસને નિહાળતા દિકરા દિકરીને જોઈ લાગતું કે અમે પણ અમારા બાળકોને આમજ ભણાવી શક્યે એવુ સપનું જોતા. અને આજ સપનું સરકારનીRight to Education (RTE) યોજના થી આજે પુરુ થવા પામ્યુ છે. અને તેમનો અભ્યાસ બરાબર ચાલી રહ્યો છે. RTE યોજના હેઠળ સ્કુલમાંએડમિશન મેળવવામાં કોઈ જ તકલીફ પડી નથી.
તેમનાં દીકરા દિકરી ને RTE યોજના અંતર્ગત વિનામુલ્યે આટલી સારી સ્કુલમાં એડમિશન મળવાથી વાલી ખુબ જ ખુશ છે. રાજેશભાઈને શાળાનાં સાહેબ દ્વારા RTE યોજના વિશેની ખબર પડેલ હતી,ત્યારબાદ તેમણે તેમનાં દિકરી અને દિકરાનું ઓનલાઈન RTE ની વેબસાઈટ પર ફોર્મ ભરેલ હતું. RTEઅંતર્ગત ફાળવેલ સ્કુલ તેમનાં ઘરની નજીક (01.06 km) અંતરે આવેલ હોવાથી તેમને લાવવા-લઈ જવાનીકોઈ તકલીફ પડતી નથી. તેમનાં પરિવારમાં તેઓ ૭ સભ્યો છે અને બધા સાથે રહે છે. પિતા ગાડી ચલાવવાનુ કામ-ગુજરાતી ફિલ્મોમાં નાના-મોટા રોલનો અભિનય કરતાં કલાકાર તરીકે- ગીત ગાવાનું કામ કરેછે. અને મહિને અંદાજે ૧૨,૦૦૦ થી ૧૩,૦૦૦/- કમાય છે. માતા ઘરકામ કરે છે. દાદા નિવૃત છે. સૌથીમોટી દિકરી સરકારી સ્કુલમાં ભણે છે અને નાનીબેન ૫ વર્ષની છે.( તેમને સંતાનમાં ૩ દિકરી અને ૧ દિકરોછે). તેમને રેશનકાર્ડથી સરકારની સસ્તાં-વાજબી ભાવની દુકાનેથી દર-મહિને અનાજ મળે છે.
સરકાર દ્વારા તેમનાં દિકરાને ભણાવવા માટે સ્કુલ ફી સીધેસીધી સ્કુલમાં દરવર્ષે ભરવામાંઆવે છે અને તેનાં ચોપડા, યુનિફોર્મ, ટ્રાન્સપોર્ટેશન અને અન્યખર્ચ પેટે આર્થિક આનુસંગિક સહાયનાં રુ.૩,૦૦૦/- પણ સરકાર બાળકનાં બેંકનાં ખાતામાં જમા કરે છે.જો RTE યોજના અંતર્ગતતેમનાં દિકરા દિકરીને સ્કુલમાં એડમિશન ન મળત, તો તેઓની નબળી આર્થિક પરિસ્થિતિનાં લીધેસરકારી સ્કુલમાં ભણાવવાં પડતુ. કેમકે ખાનગી શાળામાં ભણાવવાની વાલીની આર્થિક પરિસ્થિતિ નહોતી. તેમના બાળકો અંજલી અને રોનક સાથેની વાતચીતમાં તે ખુબ ઉત્સાહથી જણાવે છે કે રોનકને ભણીગણીને ભવિષ્યમાં આગળ પોલીસ- ઓફિસર બનવું છે જ્યારે દિકરી અંજલી મોટી થઈ શિક્ષક બનવા માંગે છે અને પોતાના જેવા બાળકોને મોટી થઈ ભણાવવાનું તેનું સવ્પન માત્ર તેના શબ્દોજ નહીં તેની આંખોમાં પણ ચમકતું સ્પષ્ટ જોઈ શકાતું છે.
આ વિશે તેમના પિતા રાજેશભાઈએ મુખ્યમંત્રી સાહેબ અને સરકારી યોજનાની વાત કરતા સહર્ષ જણાવેલ કે, આવી જ સરકાર જોઈએ. આવા જ મુખ્યમંત્રી જોઈએ. આવી સરકાર હોયતો અમારા જેવા ગરીબોનાં બાળકો સારું ભણી-ગણીને આગળ વધે. અને એમના ભવિષ્ય સુધરે તેવી લાગણી વ્યક્ત કરેલ છે.દિકરી અંજલીએ પણ પિતા રાજેશભાઈની વાતમાં સુર પુરાવતા ભાવુક્તા પુર્વક જણાવ્યુ હતું કે, 'અમારા વહાલા મોદી દાદા (મા.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી) એ અમારુ ભણવાનું સપનું પુરુ કર્યુ છે જે બદલ દાદાનો ખુબખુબ આભાર' ભણી ગણીને હું પણ મારા મ્મ્મી પપ્પા ને સારુ જીવન આપવા માંગુ છુ અને ગરીબ બાળકોને મફત શિક્ષણ આપી એમને પણ જીવનમા આગળ વધારવા માંગુ છું.આ શબ્દો માત્ર એક બાર વર્ષની દિકરીના જ નહીં પણ, સરકારની યોજના થકી યોગ્ય સમયે યોગ્ય રિતે મળેલા શિક્ષણના પણ છે.જો આજ દિકરી અભ્યાસ કરવાની ઉંમરે આર્થિક સ્થિતીને પોંહચી વળવા મજુરીમાં જોડાતીતો કદાચ આજ દિકરીની લાગણી મા-બાપ, સમાજ કે સરકાર પ્રત્યે કંઈક જુદીજ હોત. પરંતુ આજે જે ભવિષ્યની શસ્કત પેઢી તૈયાર થઈ રહી છે. જેનો શ્રેય સરકારશ્રીની યોજનાઓ તથા વિપરિત પરિસ્થિતીમાં પણ જાગૃત રેહતા માતા પિતાને જ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application