Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રીક્ષા ચાલકોએ દારૂ સપ્લાયનો ધંધો શરૂ કર્યો ! નવાપુર-સોનગઢ હાઇવે ઉપર દોડતી પેસેન્જર રીક્ષામાંથી ઈંગ્લીશદારૂ ઝડપાયો,ચાલક ફરાર

  • September 19, 2022 

સોનગઢના નવા આરટીઓ ચેકપોસ્ટ પાસેથી વાહન ચેકિંગ દરીયાન રીક્ષામાંથી ઈંગ્લીશદારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, જોકે રીક્ષા ચાલક નાશી છુટ્યો હતો.




મળતી માહિતી મુજબ સોનગઢ પોલીસ સ્ટાફના માણસો આજરોજ બપોરે સોનગઢના નવા આરટીઓ ચેકપોસ્ટ પાસે વાહન ચેકીંગમાં હતા તે દરમિયાન મહારાષ્ટ્રના નવાપુર તરફથી આવતી એક છકડો (રીક્ષા) નંબર જીજે/૨૬/ટી/૨૪૪૨ ને રોકવાનો પ્રયાસ કર્યો હતો જોકે રીક્ષા ચાલકે થોડે દુર આગળ રીક્ષા હંકારી લઇ જઈ બિનવારસી હાલતમાં રીક્ષામૂકી નાશી છુટ્યો હતો, શંકા જતા પોલીસે તપાસ કરતા રીક્ષામાં બનાવેલ ચોર ખાનામાંથી ભરતીય બનાવટનો ઈંગ્લીશદારૂ ડીએસપી બ્લેક વિસ્કીની કુલ બોટલો નંગ-૧૫૪ જેની કિંમત રૂ.૧૧,૫૦૦/-નો પ્રોહી મુદ્દામાલ મળી આવ્યો હતો.બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રકાંતભાઈની ફરિયાદના આધારે ૧૧,૫૦૦/-નો ઈંગ્લીશદારુ,૩૦ હજારની રીક્ષા મળી કુલ રૂપિયા ૪૧,૫૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.   




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application