Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રીચા ચઢ્ઢા અને અલી ફૈઝલ બાળકીનાં માતા-પિતા બન્યાં

  • July 20, 2024 

રીચા ચઢ્ઢા અને અલી ફૈઝલ એક બાળકીનાં માતા-પિતા બન્યાં છે. રીચાએ તારીખ 16મી જુલાઈએ એક બાળકીને જન્મ આપ્યો હોવાની જાહેરાત કરવામાં આવી છે. બાળકીનો જન્મ થયો હોવાની એક સંયુક્ત જાહેરાતમાં રીચા અને અલીએ જણાવ્યું હતું કે, અમારા પરિવારમાં બાળકીને આવકારતાં અમે અપાર હર્ષ અનુભવી રહ્યાં છીએ. અમારાં બંનેના પરિવારોમાં આનંદ પ્રસર્યો છે. બાળકી બિલકૂલ સ્વસ્થ હોવાનું પણ તેમણે જણાવ્યું છે. રીચા અને અલી ફૈઝલ 'ફુકરે' ફિલ્મનાં શુટિંગ વખતે પ્રેમમાં પડયાં હતાં. તે પછી તેમણે કેટલીક ફિલ્મો તથા વેબ શોમાં સાથે કામ કર્યું હતું. તેમણે 2020માં જ લગ્ન કરી લીધાં હતાં જોકે તે સમયે કોવિડને કારણે બે વર્ષ સુધી તેમણે લગ્ન જીવનની કોઈ ઉજવણી કરી ન હતી. ગત ફેબુ્રઆરીમાં રીચાએ જાહેર કર્યું હતું કે તે માતા બનવાની છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application