પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર ના નવાપુરમાં મોટી સંખ્યામા મરઘાંઓના મોત બાદ રાજયભરમાં ફરી બર્ડફ્લુનો ઓછાયો તોળાઈ રહ્યો છે ત્યારે રાજયભરમાં પશુપાલન વિભાગને કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. જેના પગલે તાપી જિલ્લામાં પણ ચકાસણી કરવા અને શંકાસ્પદ કેસ જણાય તો તત્કાલીક વેટરનરી તબીબ તેમજ પશુપાલન વિભાગમાં જાણ કરવા સૂચના આપવામાં આવી છે.
પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર ના નવાપુરમાં તાજેતરમાં બર્ડફ્લૂ ચાર ફાર્મમાં પોઝીટીવ રીપોર્ટ આવતા જે સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઇ તાપી જીલ્લાનું તંત્ર હરકતમાં આવી ગયું છે અને એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તે અનુસાર તા.8મી ફેબ્રુઆરી 2021 થી નવાપુર તેમજ મહારાષ્ટ્ર ની બોર્ડર થી ગુજરાત રાજ્યમાં પ્રવેશતા પક્ષીઓ તેમજ મરઘા પેદાશોની અવરજવર પર પ્રતિબંધિત ઠરાવેલ છે, તેમજ નવાપુર ના સબંધિત ( ચાર ફાર્મથી ) 1 થી 10 કી.મી. ની ત્રિજ્યાના મહેસુલી વિસ્તારને સર્વેલન્સ ઝોન તરીકે જાહેર કરેલ છે.
જે અંતર્ગત જિલ્લામાં મરઘાંના મૃત્યુ અંગે નિયમિત સર્વે કરવા જણાવ્યું છે. જેના અનુસંધાને તાપી જીલ્લામાં પણ પશુપાલન વિભાગ એલર્ટ થયું છે અને જિલ્લામાં ચાલતા પોલ્ટ્રી ફાર્મના સંચાલકોને સાવધાન કરવામાં આવ્યા છે. જો પક્ષીઓમાં બર્ડ ફ્લૂનો કેસ દેખાઈ અથવા મોટી સંખ્યામાં પક્ષીઓના મોત થાય તો પશુપાલન વિભાગનો સંપર્ક કરવા જિલ્લા પશુપાલન અધિકારીએ જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500