વ્યારા નગર પાલિકા વિસ્તારમાં આવેલ ગાયત્રી નગર સોસાયટી ના રહીશોએ પોતાની પડતર માંગ ન સંતોસાત આશરે 15 દિવસ પહેલા ચૂંટણી બહિષ્કાર કર્યો હતો, છતાં જાડી ચામડીના રાજકારણીઓ કે તંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા આખરે મતદાન બુથ પાસે પ્રતીક ઉપવાસ પર બેસવા અંગે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું...
વ્યારા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 3 માં આવેલ વર્ષો જૂની ગાયત્રી નગર સોસાયટીમાં 250 થી 300 લોકો વસવાટ કરતા આવ્યા છે, અહીં વર્ષોથી પાણી અને સફાઈ બાબતે વ્યારા નગર પાલિકાના સત્તાધીશો દ્વારા સોસાયટીના રહીશો દ્વારા વારંવારની રજૂઆતો કરવા છતાં અવગણના કરવામાં આવતી હતી,
ઉપરથી છેલ્લા છ માસથી સોસાયટી નો કોમન ઓપન પ્લોટ સોસાયટી ની બાજુમાં રહેતા મહેશ ભૂલા ઢોડિયા , અરવિંદ ભૂલા ઢોડિયા અને ભૂલા ઢોડિયા દ્વારા કોમન પ્લોટ પર ગેરકાયદેસર રીતે દાદાગીરી કરીને કબ્જો કરતા અને જે અંગે પોલીસમાં ફરિયાદ કરવા છતાં રાજકીય દબાણવશ કોઈપણ પ્રકરની નક્કર કાર્યવાહી ન થતા આખરે સોસાઈટીના રહીશો ત્રસ્ત થઈને આશરે 15 દિવસ પહેલા ચૂંટણી બહિષ્કાર કર્યો હતો,
તેમ છતાંપણ જાડી ચામડીના રાજકારણીઓ કે તંત્રના જવબદાર અધિકારીઓ પડખે ન આવતા સોસાયટીના રહીશો ભેગા મળીને તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું,
અને જો તેમાં હજુ પણ કોઈ નક્કર કાર્યવાહી ન કરવામાં આવશે તો સોસાયટી ના મતદાન બુથ પર ચૂંટણી પંચની ગાઇડલાઇન અને કોરોના ની ગાઇડલાઇન મુજબ ગાંધી ચીંધ્યાં માર્ગે પ્રતીક ઉપવાસ કરવાની ચીમકી આપી હતી, અને તેની સમગ્ર જવાબદારી તંત્રની રહશે તેવી ચીમકી આપવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500