કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સફાઈ ઝુંબેશ જોરશોરથી ચાલી રહી છે ત્યારે રવિવારે રજાના દિવસે પણ વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ધાર્મિક સ્થળો, મ્યુઝીયમ અને પ્રવાસન સ્થળો ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સ્વચ્છ ભારત મિશન દ્વારા સાફ સફાઈ હાથ ધરાઈ હતી. જેમાં ધરમપુરના પંગારબારીમાં વિલ્સન હિલ, બરૂમાળમાં મહાદેવ મંદિર અને પાલિકા દ્વારા મ્યુઝીયમની સફાઈ કરવામાં આવી હતી.
કપરાડા તાલુકામાં બારપુડા ગામમાં પાંડવ ગુફા મંદિર, અરણાઈમાં શ્રી રામ મંદિર ગરમ પાણીના કુંડ પાસે અને કોલવેરામાં હિલ સ્ટેશનની સફાઈ કરવામાં આવી હતી. ઉમરગામ તાલુકામાં નારગોલ બીચ, કલગામમાં હનુમાનજી મંદિર, મરોલીમાં કાલભૈરવ મંદિર અને કાલઈમાં તળાવ પાસે સફાઈ કરવામાં આવી હતી. પારડી તાલુકામાં ઉદવાડા ખાતે બીચ અને ઈરાનશાહ મ્યુઝીયમની સફાઈ, પંચલાઈમાં સાઈબાબા મંદિર અને પલસાણામાં મહાદેવ મંદિરની સફાઈ કરવામાં આવી હતી. વલસાડ તાલુકામાં તીથલ સાંઈબાબા અને સ્વામીનારાયણ મંદિર, ફલધરામાં જલારામ બાપા મંદિર, ધમડાચીમાં વૈષ્ણોદેવી મંદિર પાસે, ભદેલી જગાલાલા વૈકરીયા હનુમાન મંદિરની સફાઈ જ્યારે વાપી તાલુકાના લવાછા ગામમાં મહાદેવ મંદિર અને કુંતા ગામના કુંતેશ્વર મહાદેવ મંદિરની સાફ સફાઈ કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500