રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ડેપ્યુટી ગવર્નર એમ રાજેશ્વર રાવે ગુરુવારે જણાવ્યું કે,તાજેતરમાં જારી કરવામાં આવેલા ડિજિટલ લોન નિયમો આર્બિટ્રેજને દૂર કરવા અને ગ્રાહકોને સુરક્ષિત કરવા માટે બનાવવામાં આવ્યા છે. રાવે ઇન્ડસ્ટ્રી બોડી એસોચેમ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે,આરબીઆઈએ બેલગામ તૃતીય પક્ષની સંડોવણી,ભ્રામક વેચાણ,ડેટા ગોપનીયતા ઉલ્લંઘન,અનૈતિક વસૂલાત પ્રથાઓ અને અતિશય વ્યાજ દરોને કારણે ડિજિટલ લોન સંબંધિત નિયમો ઘડ્યા છે.
સેન્ટ્રલ બેંકે 10 ઓગસ્ટના રોજ વ્યાપક પરામર્શ કર્યા પછી ડિજિટલ લોન સંબંધિત નિયમો જારી કર્યા અને ઉદ્યોગને આ વર્ષના નવેમ્બર સુધીમાં તેનો અમલ કરવા જણાવ્યું. જો કે,આ નિયમોના પ્રકાશન પછી,ફિનટેક ઉદ્યોગની કેટલીક કંપનીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે તેનાથી તેમની કામગીરીને અસર થશે.રાવે જણાવ્યું હતું કે,ડિજિટલ ટેક્સ માળખું નવીન અને સમાવિષ્ટ સિસ્ટમની જરૂરિયાત વચ્ચે સંતુલન સાધવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. સાથે જ એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવામાં આવે. તેમણે કહ્યું કે,આ ધોરણો ફક્ત તે નિયમનકારી સંસ્થાઓ માટે છે જેઓ એપ દ્વારા ધિરાણ આપે છે.તેમણે કહ્યું કે,આ સંસ્થાઓએ સુનિશ્ચિત કરવું પડશે કે લોન સેવા પ્રદાતાઓ અને ડિજિટલ લોન એપ્સ નિયમનકારી માળખામાં કામ કરે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500