Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાળ કલ્યાણક્ષેત્રે કામ કરતી સંસ્થાઓને રજીસ્ટ્રેશન ફરજીયાત, રજીસ્ટ્રેશન ન કરાવનાર સંસ્થાઓને સજાની જોગવાઇ છે

  • September 09, 2022 

બાળ કલ્યાણક્ષેત્રે કામ કરતી કાળજી રાખતી અને રક્ષણની જરૂરિયાતવાળા બાળકોને રહેણાંકની સુવિધા પૂરી પાડતી હોય તેવી સંસ્થાઓનું જુવેનાઇલ જસ્ટીસ એકટ, ૨૦૧૫ ની કલમ-૪૧(૧) હેઠળ રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. જુવેનાઇલ જસ્ટીસ એકટ-૨૦૧૫ ની કલમ-૨ (૧૩) અને ૨(૧૪) મુજબના તમામ બાળકોને સંસ્થાકીય સેવાઓ આપતી અથવા આપવા માંગતી સંસ્થાઓએ કાયદા ની કલમ-૪૧ (૧) મુજબ તેમની સંસ્થાની નોંધણી કરાવવી અને માન્યતા લેવી જરૂરી છે. જો કોઇ સંસ્થાએ નિશ્રિત સમયમાં માન્યતા મેળવેલ નથી અને તે સંસ્થા કાયદાની કલમ-૨(૧૩) અને ૨ (૧૪) મુજબના બાળકોને રાખે છે. જુવેનાઇલ જસ્ટીસ એકટ-૨૦૧૫ ની કલમ-૪૨ મુજબ એક વર્ષ સુધીની કેદ અથવા એક લાખથી ઓછો ન હોય તેટેલો દંડ અથવા બંને થવાને પાત્ર છે તથા જો ૩૦ દિવસમાં રજીસ્ટ્રેશન માટે અરજી ન કરે તો અલગથી સજાની જોગવાઇ છે.




નવસારી જિલ્લામાં જુવેનાઇલ જસ્ટીસ એકટ-૨૦૧૫ ની કલમ-૨(૧૩) અને ૨(૧૪) મુજબના તમામ બાળકોને સંસ્થાકીય સેવાઓ આપતી હોય અને રજીસ્ટ્રેશન બાકી હોય અથવા જુવેનાઇલ જસ્ટીસ એકટ-૨૦૧૫ ની કલમ-૨ (૧૩) અને ૨(૧૪) મુજબના બાળકોને સંસ્થાકીય સેવાઓ આપવા માટે કાર્ય કરવા માંગતી હોય તેવી સંસ્થાઓએ દિન-૧૦ માં જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી, પહેલો માળ, જૂની કલેકટર કચેરી, બહુમાળી મકાન, જુનાથાણા, નવસારી-૩૯૬૪૪૫ ખાને નિયત ફોર્મમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. આ અંગેની વધુ વિગતો વેબસાઇટ htttp://gscps.gujarat.gov.in અને  http://sje.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. તેમ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી નવસારીની યાદીમાં જણાવાયું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News