આરોગ્ય વિભાગ હસ્તકની રેફરલ હોસ્પિટલ અને સાર્વજનિક આરોગ્ય કેન્દ્ર હિંદલા તા.સોનગઢ ખાતે સૌ પ્રથમ વાર એક જ દિવસે બે નોર્મલ પ્રસુતિ કરાવી સફળતા હાંસલ કરી હતી, હાલ બંને માતા અને તેમના નવજાત બાળકો તંદુરસ્ત છે. હોસ્પિટલના ડો.બરખા ગામીત અને સ્ટાફ નર્સ ટ્વિંકલ પટેલ દ્વારા નોર્મલ પ્રસુતિ કરાવવામાં આવી હતી. હિંદલા સાર્વજનિક હોસ્પિટલની આ પ્રથમ અને તે પણ નોર્મલ ડિલિવરી હોવાથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પાઉલ વસાવા તથા ટીએચઓ ડો.હેતલ સાદડીવાલાએ ડો.બરખા ગામીત, સ્ટાફ નર્સ ટ્વિંકલ પટેલ તથા હોસ્પિટલના તમામ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં તાપી જિલ્લાના અંતરીયાળ વિસ્તારના દર્દીઓ માટે રેફરલ હોસ્પિટલ અને સાર્વજનિક આરોગ્ય કેન્દ્ર હિંદલા ખાતે ૨૪*૭ સેવાઓ ઉપલબ્ધ છે. જેમ કે પ્રસુતિ સેવા, લેબોરેટરી, એકસ-રે, ઈસીજી જેવી સેવાઓ આપવામાં આવે છે ત્યારે જિલ્લા મુખ્ય અધિકારી ડો.પાઉલ વસાવાએ આ તમામ સુવિધાઓનો લાભ લેવા ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application