Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તમિલનાડુમાં ભારે વરસાદનાં કારણે અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ, નગરપાલિકા અનરાધાર વરસાદની સામે નિરાધાર બની

  • November 14, 2022 

તમિલનાડુમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ થઇ રહ્યો છે. આથી રાજ્યનાં અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરાયો છે. પાટનગર ચેન્નાઇમાં તો વોટર લોગિંગ (જમીનમાં ઉતરેલું પાણી ભરાઈ જવાં પાછુ બહાર આવવું) થઇ રહ્યું છે. આથી જનતા નગરપાલિકાની ઉપર તૂટી પડી છે. પરંતુ નગરપાલિકા પણ અનરાધાર વરસાદની સામે નિરાધાર બની ગઈ છે. રાજ્યના મુખ્યમંત્રી જોસેફ સ્ટેલિને કેટલાયે જળમગ્ન વિસ્તારોની મુલાકાત લીધા પછી, પત્રકારોને કહ્યું હતું કે વરસાદના સમયે વૉટર લોગિંગ થાય તે બની જ શકે, પરંતુ વરસાદ બંધ થતાં ફરી બધું સુકું થઇ જશે.

જયારે સ્ટાલિન નેગાપટ્ટનમ્ જિલ્લાનાં સીરકાઝી ગામે પણ ગયા હતા. તેમની માયીલદુથુરાઈ તથા કુડ્ડાલોટ જિલ્લાની પણ મુલાકાતે ગયા હતા અને પરિસ્થિતિનો ક્યાસ મેળવ્યો હતો. વરસાદી જળ વહાવવાની પધ્ધતિમાં જ ખામીઓ રહેલી છે તેવા આક્ષેપોનો ઉત્તર આપતાં તેમણે કહ્યું હતું કે, PWD અને સ્થાનિક અધિકારીઓ પણ આ પરિસ્થિતિમાંથી બહાર લાવવા સતત પ્રયત્નો કરી રહ્યા છે. ચિંતા કરવાનું કોઈ કારણ નથી. તે સમયે તેઓ એક સુકા વિસ્તારમાં હતા ત્યારે કહ્યું પાણી છે જ ક્યાં, મને દેખાડો.

બીજી તરફ ભારતીય હવામાન ખાતાએ જણાવ્યું હતું કે, બંગાળના ઉપસાગરના દક્ષિણ ભાગમાં હળવું દબાણ ઉપસ્થિત થયું છે તથા આશરે 16મી નવેમ્બર આસપાસ તે આસપાસનાં વિસ્તારોમાં પણ પ્રસરવા સંભવ છે. તેથી આગામી પાંચ દિવસમાં તમિલનાડુ અને પુદ્દુચેરીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. ઉત્તરપૂર્વનું મોન્સૂન તમિલનાડુ, પુદ્દુચેરી અને કરાઈકાલ વિસ્તારોમાં સક્રિય બનવા સંભવ છે. તેમ પણ હવામાન ખાતાંએ જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News