ભાવનગરમાં રીકરીંગ, એફ.ડી. તથા પેન્શન પ્લાનમાં વધુ વ્યાજ મેળશે તેવો વિશ્વાસ અપાવી એક વર્ષની મુદ્દતનું ખાતું ખોલાવેલ 10 ટકાના વ્યાજના દરે ઉપરોકત રોકાણકારોના કુલ રૂપિયા 1 કરોડથી વધારેનું રોકાણ કરાવી પાકતી મુદતે અંદાજે આ રકમ 1 કરોડ 25 લાખ જેવી થતી હોય તે નહી આપી છેતરપિંડી આચરવાનો નિલમબાગ પોલીસ મથકમાં નોંધાયેલા છેતરપિંડી અને ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝીટર્સ એક્ટની કલમ 3 મુજબ નોંધાયેલા બે અલગ અલગ ગુનામાં આરોપીને સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો હતો.
દરમિયાનમાં આરોપીને કોર્ટમાં રજૂ કરી શુક્રવાર સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ભાવનગર શહેરના કાળાનાળા, પૃથ્વી કોમ્પલેક્સ, ઓફિસ નં.403માં જય વિનાયક બીલ્ડકોર્પ લિ.ખોલી કંપનીમાં રીકરીંગ તથા એફ.ડી. તથા પેન્શન પ્લાનમાં વધુ વ્યાજ મળશે તેવો વિશ્વાસ અપાવી એક વર્ષની મુદ્દતનું ખાતુ ખોલાવેલ 10 ટકાના વ્યાજના દરે ઉપરોકત રોકાણકારોના કુલ રૂપિયા 1 કરોડથી વધારેનું રોકાણ કરાવી પાકતી મુદતે અંદાજે આ રકમ 1 કરોડ 25 લાખ જેવી થતી હોય તે નહીં આપી રોકાણકારો સાથે છેતરપિંડી કરી હોવાનો સ્થાનિક નિલમબાગ પોલીસ મથકમાં વર્ષ 201માં છેતરપિંડી અને ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ એક્ટ-2003ની કલમ 3 મુજબના બે અલગ-અલગ ગુના દાખલ થયા હતા. આ ગુનાના કામે પંચમહાલ જિલ્લાનો ઠગભગત સવા પાંચેક વર્ષથી પોલીસને ચકમો આપી ફરાર હોય, દરમિયાનમાં ભાવનગર સી.આઈ.ડી. ક્રાઈમને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ ગુનામાં સંડોવાયેલ રમણસિંહ અર્જુનસિંહ પટેલ (રહે.નવી વસાહત, અગરવાડા ગામ,તા. મોરવાહડફ,જિ.પંચમહાલ)નાને સી.આઈ.ડી.ક્રાઈમ, ભાવનગરની ટીમે ઝડપી લઇ તેને કોર્ટમાં રજૂ કરી સુધીના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500