બારડોલી સેશન્સ કોર્ટે બારડોલી તાલુકાના નિણત ગામના પાદર ફળિયાના યુવકે સગીરાને લગ્નની લાલચ આપી પોતાના ઘરે અવારનવાર શરીર સંબંધ બાંધી ગર્ભવતી બનાવવી હતી. આ ગુનામાં બારડોલી સેશન્સ કોર્ટે યુવકને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે. બનાવની વિગત એવી છે કે, આરોપી મુકુંદભાઈ શુક્કરભાઈ રાઠોડ (રહે.નિણત ગામ, પાદર ફળિયું. તા.બારડોલી)એ ૧૪ વર્ષની સગીરાને લગ્ન કરવાની લાલચ આપી લલચાવી અને ફોસલાવી પોતાના ઘરે લઈ જઈ અવારનવાર શરીર સંબંધ બાંધી ગર્ભવતી બનાવી હતી.
આ ગુનામાં બારડોલી પોલીસ મથકે આરોપી મુકુંદ રાઠોડ વિરુદ્ધો પોક્સો હેઠળ બળત્કારનો ગુનો દાખલ થયો હતો. આ કેસ બારડોલીની સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. એ.પી. પી. નિલેશ એચ. પટેલની દલીલ સાંભળી તથા રજૂ થયેલા પુરાવાઓ ધ્યાને લઈ બારડોલીના પાંચમાં એડિશનલ સેશન્સ જજ રોબીન પી.મોગેરાએ આરોપી મુકુંદભાઈ શુક્કરભાઈ રાઠોડને ગુનેગાર ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૫૦૦૦નો દંડ ફટકાર્યો હતો. જ આરોપી દંડ નહીં ભરે તો તેઓને વધુ ૬ માસ સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application