સુરત જિલ્લાનાં મહુવાના ડુંગરી ગામે રહેતા લિસ્ટેડ બુટલેગર પીયૂષ ઉર્ફે સોમલો પ્રભાતભાઈ ઢોડિયા પટેલે કન્ટેનરમાં મંગાવેલો ૧૭.૭૪ લાખનો વિદેશી દારૂનો જથ્થો બારડોલીના કીકવાડ જૂના સ્ટેટ હાઈવે પર કાર્ટિંગ સમયે એલ.સી.બી. પોલીસ ટીમે ઝડપી પાડી ૨૮.૨૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગર સહિત ત્રણને વોન્ટેડ જાહેર કર્યા હતા. મળતી માહિતી મુજબ, મહુવાના ડુંગરી ગામના લિસ્ટેડ બુટલેગર પીયૂષ ઉર્ફે સોમલો પ્રભાત ઢોડિયા પટેલે કન્ટેનરમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો છે.
બુટલેગર હાલમાં બારડોલી તાલુકાના નવી કીકવાડ ગામની સીમમાં સ્ટેટ હાઈવેના જૂન રોડ ઉપર આવેલી પાકી કોટ દીવાલ વાળી ખુલ્લી જગ્યામાં રાખ્યો છે, તે દારૂ સગેવગે કરવાની પેરવીમાં છે જે બાતમીનાં આધારે એલસીબીને મળી હતી. જેથી પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી ભરેલી દારૂની બાટલી અને બિયર ટીન કુલ નંગ ૧૪,૩૨૮ કિંમત રૂપિયા ૧૭,૭૪,૭૦૪/- કબજે કરી હતી. આ, પોલીસે કન્ટેનર જેની કિંમત રૂપિયા ૧૦ લાખ, બાઈક નંબર કિંમત રૂપિયા ૫૦ હજાર મળી કૂલ રૂપિયા ૨૮,૨૪,૭૦૪/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આમ, પોલીસે વિદેશી જથ્થો લાવનાર કન્ટેનરનો ચાલક, વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર પીયૂપ અને બાઈકના ચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500