ઓનલાઈન બેટિંગ એપ મહાદેવના બે મુખ્ય માલિકો પૈકી એક રવિ ઉપ્પલની દુબઈની સ્થાનિક પોલીસ દ્વારા એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED)ની વિનંતી પર ઈન્ટરપોલ દ્વારા જારી કરાયેલી રેડ નોટિસના આધારે અટક કરવામાં આવી છે. 43 વર્ષના ઉપ્પલને ભારત લાવવા ED દુબઈ પ્રશાસન સાથે સંપર્કમાં છે. મહાદેવ બેટિંગ એપના માલિકો સામે હજારો કરોડના મની લોન્ડરીંગનો આરોપ છે. છત્તીસગઢ પોલીસ અને મુંબઈ પોલીસ ઉપરાંત ઈડી દ્વારા કથિત ગેરકાયદે બેટિંગ સાથે સંકળાયેલા મની લોન્ડરીંગ કેસમાં ઉપ્પલની તપાસ થઈ રહી છે. EDએ આ ઈન્ટરનેટ આધારીત પ્લેટફોર્મના અન્ય પ્રમોટર સૌરભ ચંદાવરકર સામે છત્તીસગઢના રાયપુરમાં ઓક્ટોબરમાં પ્રીવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટ (પીએમએલએ) સમક્ષ મની લોન્ડરીંગ ચાર્જ દાખલ કર્યો છે.
EDની વિનંતીના આધારે ઈન્ટરપોલે રેડ નોટિસ જારી કરી હતી. EDનાં આરોપ અનુસાર ઉપ્પલે બેટિંગમાંથી મળેલી આવકનો ઉપયોગ ચંદ્રભુષણ વર્મા દ્વારા છત્તીસગઢના અધિકારીઓ અને રાજકરણીઓને પૈસા મોકલવા માટે કર્યો હતો. EDનાં મતે આ કેસમાં રકમનો આંકડો રૂપિયા 6 હજાર કરોડ જેટલો થાય છે. EDએ નવેમ્બરમાં દાવો કર્યો હતો કે, છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા અગાઉ અસીમ દાસ નામના કેશ કૂરીયર દ્વારા કરાયેલા નિવેદન અને ફોરેન્સીક વિશ્લેષણથી તેમને જાણકારી મળી હતી કે, મહાદેવ બેટિંગ એપના પ્રમોટરોએ છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા ભુપેષ બઘેલને અત્યાર સુધી રૂપિયા 508 કરોડ ચુકવ્યા હતા. જોકે દાસે ત્યાર પછી કોર્ટમાં આવું કંઈ કહ્યું હોવાનો અને રાજકરણીઓને પૈસા મોકલ્યા હોવાનો ઈન્કાર કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application