તાપી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ડો.શૈલેન્દ્ર હોસ્પિટલ એન્ડ આઇસીયુ ના સંચાલક વિવાદોમાં આવ્યા છે, એક યુવતીએ તેની વિરુદ્ધ દુષ્કર્મ તેમજ બીજી યુવતીએ છેડતી તેમજ ડૉ.શૈલેન્દ્ર દ્વારા દર્દીઓના બિલના નાણાં ટેક્ષ બચાવવા તેઓના બેંક ખાતામાં જમા કરાવી રોકડા લઈ લેતા હોવાની અરજી પોલીસમાં આપી હતી.પરંતુ પોલીસ દ્વારા તેમની આ ફરિયાદ નોંધવામાં ન આવતા બંને યુવતીઓએ તા.૧૦મી જુલાઈ નારોજ વ્યારાની જુડીશ્યલ મેજિસ્ટ્રેટ સમક્ષ પોલીસ દ્વારા તેમની ફરિયાદ નોંધવામાં આવે તે માટે અરજી કરી હતી.
ફરિયાદમાં યુવતીએ તેણીની પાસે ગ્રુપ સેક્સની માંગણી કર્યો હોવાની સનસનીખેજ આક્ષેપો પણ કર્યા છે.
આ મામલે કોર્ટે યુવતીઓના વકીલ નીતિન પ્રધાનની ધારદાર દલીલો અને રજૂઆતોની ગંભીર નોંધ લેતા તા.૧૧મી જુલાઈ નારોજ કોર્ટે સદર ગુનાની પ્રથમ સત્યતા કે ખરાઈ ચકાસણી કરવાની પોલીસને કોઈ વિવેકાધીન અધિકાર નથી.તેમ જણાવી વ્યારા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીને ગુનો નોંધવા હુકમ કર્યો હતો કે,બંને પીડિતોઓએ વ્યારા પોલીસમાં આપેલ તા.૨૯મી જુન ૨૦૨૪ની અરજી/ફરિયાદમાં જણાવેલ આક્ષેપો/હકીકત સબબની ફરિયાદ નોંધવી તેમ જણાવ્યું હતું.આ સમગ્ર મામલે યુવતીએ ગત તા.૨૯મી જુના નારોજ આપેલ ફરિયાદમાં કરેલા આક્ષેપોમાં ડો.શૈલેન્દ્ર ગામીતે વારંવાર બળાત્કાર ગુજાર્યો છે.વારંવાર યુવતીને હોસ્પિટલના ડિલક્ષ રૂમમાં બોલાવી અને જબરજસ્તી દુષ્કર્મ આચરતો હતો.ફરિયાદમાં યુવતીએ તેણીની પાસે ગ્રુપ સેક્સની માંગણી કર્યો હોવાની સનસનીખેજ આક્ષેપો પણ કર્યા છે.
પોલીસ પીડિત યુવતીઓ સાથે અડીખમ અને મક્કમ છે કે પછી ડો.શૈલેન્દ્ર ગામીત સાથે તે તો પોલીસ તપાસમાં જ જોવાનું રહ્યું.
એટલું જ નહી ડો.શૈલેન્દ્ર ગામીતે તેના કોઈ રીતેશ નામના મિત્ર સાથે પણ સબંધ રાખવા દબાણ કરતો હતો,ત્યારે આ સમગ્ર મામલે રીતેશ નામનો વ્યક્તિ કોણ છે ?? યુવતીઓને સબંધ રાખવા ડો.શૈલેન્દ્ર ગામીતે શા માટે દબાણ આપી ધાકધમકી આપતો હતો.એટલું જ નહી વિકૃતિ માનસિકતા ધરાવતા ડો.શૈલેન્દ્ર ગામીત તેના ક્યા મિત્રો માટે યુવતીઓ પાસે ગ્રુપ સેક્સની માંગણી કરતો હતો.આ સમગ્ર મામલે તપાસ કરતા પોલીસ અધિકારી દ્વારા નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે ડો.શૈલેન્દ્ર ગામીત અને તેનો રીતેશ નામનો મિત્ર સહીતના મિત્રોની કાળી કરતુત પરથી પરદો ઉઠી શકે તેમ છે,ત્યારે પોલીસ પીડિત યુવતીઓ સાથે અડીખમ અને મક્કમ છે કે પછી ડો.શૈલેન્દ્ર ગામીત સાથે તે તો પોલીસ તપાસમાં જ જોવાનું રહ્યું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500