Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાણી મુખર્જીની મર્દાની 3 ફિલ્મ આવતા વરસે રિલીઝની યોજના, જોકે સ્ક્રિપ્ટ ફાઇનલ થાય પછી સ્ટારકાસ્ટની પસંદગી કરવામાં આવશે

  • November 26, 2023 

રાણી મુખર્જીની મર્દાની ફ્રેન્તાઇઝીની 3જી કડીની સ્ક્રિપ્ટને હાલ ફાઇનલ રૂપ આપવામાં આવી રહ્યું છે. આ ફિલ્મની રિલીઝ આવતા વરસે કરવાની યોજના છે. સ્ક્રિપ્ટ ફાઇનલ થયાપછી સ્ટારકાસ્ટની પસંદગી કરવામાં આવશે. રાણી પોતાની ફિલ્મની સ્ક્રિપ્ટ મજબૂત અને રસપ્રદ હોવી જોઇએ તેમ માની રહી છે. તો જ દર્શકો ખાસ કરીને યુવતીઓ ફિલ્મ જોવામાં રસ લેશે. રાણીની મર્દાની સીરીઝ સફળ રહી છે. તેમજ આલોચકો દ્વારા પણ વખાણવામાં આવી હતી. મર્દાની 2માં રાણી જિશુ સેનગુપ્તા કોમલ છાબડિયા અને સની હિંદુજાએ કામ કર્યુ હતું. હવે મર્દાની 3માં ક્યા કલાકારો આવશે તે સ્ક્રિપ્ટ ફાઇનલ થયા પછી જ નક્કી કરવામાં આવશે. રાણી મુખર્જીએ મર્દાનીમાં એક મહિલા પોલીસ ઓફિસર શિવાની શિવાજી રોયના રોલમાં જોવા મળી છે અને હજીપણ તે ત્રીજી કડીમાં જોવા મળવાની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application