રક્ષાબંધનએ ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર છે, તેને પ્રેમ-હેત લાગણીને જીવંત રાખવાના દુરોગામી પ્રયાસના ભાગરૂપે સાગબારા તાલુકાના વિવિધ આંગણવાડી કેન્દ્ર ખાતે નાના ભૂલકાઓએ આ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પર્વ સમાન રક્ષાબંધનની ઉત્સાહભેર ઉજવણી એડવાન્સમાં કરી હતી. આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ભૂલકાઓને રક્ષાબંધનની ઉજવણીનું મહત્વ ખુબ સરળ રીતે સમજાવવામાં આવ્યું હતું. ભાઈ-બહેન નાની-નાની બાબતોમાં એકબીજા વચ્ચે ગમે તેટલુ ઘર્ષણ થતુ હોય પરંતુ એકબીજા માટેનો પ્રેમ પણ અટુત છે, રક્ષાબંધનનો તહેવાર દરેક ભાઈ-બહેન માટે ખૂબ જ ખાસ છે.
વીરની રક્ષા કાજે સુતરના તાંતણે ભાઈ રક્ષા માટે રાખડી બાંધી મનોકામના કરે છે અને ભાઈ બહેનને ભેટ આપી પ્રેમનો એકરાર કરે છે. રક્ષાબંધન કેમ અને ક્યારે ઉજવવામાં આવે છે તે અંગે ઉદાહરણ પુરુ પાડીને ભાઈના કાંડે બંધાતા રાખડીમાં બહેનની શ્રદ્ધા, ત્યાગ અને રક્ષાની ભાવના તેમજ રાખડી બાંધતી વખતે ભાઈના ભાલ પર તિકલ કરી પૂજાની થાળીમાં રાખવામાં આવતા ચોખા-કંકુ, રાખડી, મિઠાઈ ખવડાવી ઉજવણી કરવામાં આવે છે. નાના બાળકોને પણ બાળપણથી જ આ ઉજવણી પાછળનું મહત્વ સમજાવ્યું હતું. બાળકોએ પણ ઉત્સાહપૂર્વક ઉમંગથી ઉજવણી કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500